તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21 વર્ષ સુધી ભાજપે પાટીદારોનો રાજકીય દુરૂપયોગ જ કર્યો: ઠુંમર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીઃ સુરતમાં ગઇકાલે યોજાયેલા પાટીદાર સન્માન સમારોહના હોબાળા બાદ ફરી પોલીસે બળપ્રયોગ કરતા ગુજરાત કિસાન ખેત મજદુર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મરે આજે જણાવ્યુ હતું કે ભાજપે 21 વર્ષથી પાટીદાર સમાજનો કેવળ રાજકીય દુરઉપયોગ જ કર્યો છે અને હવે પાટીદારોને મનાવવાના પ્રયાસ એ ભાજપ આગેવાનોના માત્ર હવાતીયા છે.
પાટીદારોની એકતા તોડી પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે

વિરજીભાઇ ઠુમ્મરે જણાવ્યુ હતું કે 2017માં યોજાનારી વિધાનસભાની ચુંટણીઓમાં ભાજપના નેતાઓને અત્યારથી હાર દેખાઇ રહી છે. જેના કારણે ભાજપની નેતાગીરી પાટીદાર સમાજને ખેડૂતોને રીઝવવા રીતસર હવાતીયા મારી રહ્યા છે. ભાજપને સતાના શિખરો સુધી પહોંચાડવા માટે સિંહફાળો આપનાર પાટીદાર સમાજનું ઋણ ચુકવવા યોગ્ય પ્રતિસાદ આપવાને બદલે તેમના પર ગોળીઓ વરસાવાય છે, લાઠીઓ વિંઝાવાય છે.
સત્તામાં બેઠેલા લોકોએ છુટ્ટો દોર આપતા પોલીસે પાટીદારો પર કાળો કેર વર્તાવ્યો છે. સમાજને તોડી પાડવા અને કુટ પડાવવા હોય તેટલી તાકાત કામે લગાડે છે. આ દમનને પાટીદાર સમાજ ક્યારેય ભુલશે નહી. વિજ ચેકીંગના બહાને ખેડૂતોને ચોર ગણી જેલમાં નાખ્યા, કપાસ-મગફળીના ભાવોને તળીયે લઇ જઇ ખેડૂતોને રોવડાવ્યા પરંતુ હવે આ અત્યાચારોનો અંત નજીકમાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો