ભેંસાણમાં 100 લોકોએ સ્થળ પર જ વ્યસનનો ત્યાગ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણ: ભેંસાણમાં પટેલ સમાજ ખાતે સમસ્ત ખાત ક્ષત્રિય સમાજ યુવા સંગઠન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વ્યસનમુકિત અને બેટી બચાવો અભિયાન પર ભાર મુકાયો હતો અને 100 થી પણ વધારે લોકોએ સ્થળ પર જ વ્યસનમુકત  ત્યાગ કર્યો હતો.
 
જેમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં અને મહિલાઓએ પણ સ્ત્રીભૃણ હત્યા અટકાવી બેટી ઉછેરવાનો  સંકલ્પ કર્યો હતો. આ તકે મહંત હરીદાસ મહારાજ, જયેશભાઇ રાદડીયા, કિરીટભાઇ  પટેલ, અરવિંદભાઇ  દોમડીયા,  પ્રવિણભાઇ વાઘેલા, ગાંડુભાઇ કથીરીયા તેમજ ક્ષત્રિય સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.
અન્ય સમાચારો પણ છે...