• Gujarati News
  • અમરેલીનાસાંસદ નારણભાઇ કાછડીયાએ ૧પમી લોકસભામાં કેન્દ્રીય કૃષિ સમિતી તથા

અમરેલીનાસાંસદ નારણભાઇ કાછડીયાએ ૧પમી લોકસભામાં કેન્દ્રીય કૃષિ સમિતી તથા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીનાસાંસદ નારણભાઇ કાછડીયાએ ૧પમી લોકસભામાં કેન્દ્રીય કૃષિ સમિતી તથા સ્ટીલ સમિતીમાં સભ્ય તરીકે યશસ્વી કામગીરી કર્યા બાદ ૧૬મી લોકસભામાં પુન: સાંસદ તરીકે ચુંટાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાછડીયાને ભારત સરકારની અતિ મહત્વની પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સબંધિત વિભાગની સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરીકે નિમણુંક કરી છે. પ્રવર્તમાન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અંગેની ગત સરકારની નિતીઓમાં બહુ મોટા ફેરફાર થવાની શકયતા છે ત્યારે સાંસદ કાછડીયાને સમિતીના સભ્ય તરીકે સ્થાન મહત્વનુ રહેશે. સમિતી દ્વારા રાષ્ટ્રીયકક્ષાએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સંબંધી ઘડવામા આવતી નિતીઓ, રાષ્ટ્રીય ઓટો ઇંધણ નિતી, જાહેર સેકટરની કંપનીઓ દ્વારા અમલમા આવતી પેટ્રોલીમ પ્રોડકટ તથા કુદરતી ગેસ સંબંધી ભાવ વધારા, ઘટાડા અંગે નકકી થતી નિતી વિગેરે અતિ મહત્વની બાબતો અંગે નિર્ણય લેવાની કાર્યવાહી હાથ ધરવામા આવતી હોય છે.આ ઉપરાંત ડીસ્ટ્રીબ્યુટર માટે ઘડાતી નિતી, રાષ્ટ્રીય ગેસ ગ્રીડની સ્થાપના તથા તેલ ઉદ્યોગ વિકાસ બોર્ડની કાર્યવાહીની સમીક્ષા, ઉત્પાદન, વિતરણ, મુલ્ય નિર્ધારિત કરવા તથા અન્ય બાબતોમા નિર્ણય લેવાની કામગીરી પણ હાથ ધરવામા આવી છે. ત્યારે સમિતીમાં સ્થાન મળતા કાર્યકરો અને આગેવાનોએ સાંસદને અભિનંદન પાઠવ્યા હતા.
પેટ્રોલીયમ અને ગેસ સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરીકે
અમરેલીનાં સાંસદ નારણ કાછડીયાની નિમણુંક કરાઇ