• Gujarati News
  • તસ્કરોની રંજાડથી હિરાના કારખાનેદારોમાં રોષ

તસ્કરોની રંજાડથી હિરાના કારખાનેદારોમાં રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસ્કરોની રંજાડથી હિરાના કારખાનેદારોમાં રોષ
ભાસ્કરન્યૂઝ. અમરેલી
અમરેલીજીલ્લામાં તસ્કરો માજા મુકી રહ્યા હોય તેમ અવાર નવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે. ગઇરાત્રે દામનગરમાં હિરાના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતાં અને ગ્રીલ તોડી અંદરથી રૂા. 50 હજારની કિંમતના હિરા ચોરી કરીને લઇ જતા દામનગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. તસ્કરોની રંજાડ સામે હિરાના વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળે છે.
હિરાના કારખાનામાં ચોરીની ઘટના લાઠી તાલુકાના દામનગર ગામે ગઇરાત્રે બનવા પામી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દામનગર તાબાના દહિથરા ગામે રહેતા પટેલ ભીમાભાઇ શામજીભાઇ સોનાણી દામનગરમાં પટેલ વાડી પાસે હિરાનું કારખાનુ ચલાવે છે. ગઇરાત્રે તસ્કરોએ તેમના કારખાનાને નિશાન બનાવ્યુ હતું. તસ્કરો તેમની ગ્રીલ તોડી ઓફીસનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતાં. ભીખાભાઇ સોનાણીના કારખાનામાં ઓફીસના ટેબલની અંદર રાખેલ રૂા. 40 હજારની કિંમતના 208 નંગ ઘાટના હિરા તથા રૂા. 10 હજારની કિંમતના 70 કેરેટ રફ હિરા મળી કુલ રૂા. 50 હજારના હિરા તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતાં. સવારે જ્યારે તેઓ કારખાને આવ્યા ત્યારે તેમને ચોરીની ઘટના અંગે જાણ થઇ હતી. જેને પગલે તેમણે અંગે દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તસ્કરોની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે. લાઠી-દામનગર પંથકમાં અવાર નવાર ચોરીની ઘટના બનતી હોય કારખાનેદારોમાં રોષ છે.
દામનગરમાં કારખાનામાંથી 50 હજારના હિરાની ચોરી