• Gujarati News
  • ચોતરફ ગંદકીનાં ગંજથી મુસાફરો પરેશાન : દરેક ક્ષેત્રમાં હરીફાઇનાં યુગમાં સત્તાવાળાઓ સગવડ આપવામા

ચોતરફ ગંદકીનાં ગંજથી મુસાફરો પરેશાન : દરેક ક્ષેત્રમાં હરીફાઇનાં યુગમાં સત્તાવાળાઓ સગવડ આપવામાં ધ્યાન દેતા નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીએસટી ડેપોનો વહીવટ કથળીને તદ્દન ખાડે ગયો છે. જેને પગલે મુસાફરોને પારાવાર હાડમારી વેઠવી પડી રહી છે. ડેપોમા મુસાફરો માટે સુવિધાના નામે મીંડુ છે અને અગવડતાઓનો કોઇ પાર નથી. લાઇટ, પંખા બંધ છે. રાત્રે ઘનઘોર અંધારૂ ઉતરી આવે છે. પુછપરછની બારી રાત્રે બંધ રહે છે. ચારે તરફ ગંદકીના થર જામેલા રહે છે. ખખડધજ બસો અને ગમે ત્યારે કેન્સલ થતા રૂટથી મુસાફરો તોબા પોકારી ઉઠયાં છે.
અમરેલી એસટી ડેપો મુસાફરો માટે અસુવિધાનુ ઘર બન્યો છે. દરેક ક્ષેત્રમાં હરિફાઇના યુગમાં અમરેલી એસટીના સતાવાળાઓ મુસાફરોને સગવડતા આપવાનુ તો ધ્યાન દેતા નથી પરંતુ અગવડતા ઓછી પડે તે દિશામા પણ કોઇ પ્રયાસ નથી. ચારે તરફ ગંદકી, લાઇટ, પાણી જેવી સુવિધાનો અભાવ. ખખડધજ બસો, કર્મચારીઓનુ ઉધ્ધત વર્તન, ટાઇમ ટેબલનુ કોઇ પાલન નહી જેવી પારાવાર અગવડતાઓ અહી નજરે પડે છે.
ડેપોમાં ચોતરફ ગંદકીના ગંજ જામ્યાં હોય અહી આવતા મુસાફરોને આવી ગંદકીમાંથી પસાર થઇ ચાલવુ પડે છે. જેના કારણે ભારે હાલાકી પડી રહી છે. ડેપોમાં અનેક પંખાઓ પાછલા કેટલાક સમયથી બંધ હાલતમાં પડયા છે માત્ર એકાદ બે પંખા શરૂ છે જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. અહી ખાસ કરીને રાત્રીના સમયે મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. કારણ કે અહી રાત્રીના નવ વાગ્યા બાદ પુછપરછની બારી બંધ થઇ જાય છે.
ડેપોની હાલત પણ જાણે જર્જરિત બની હોય તેમ બારીના કાચ અવારનવાર નીચે પટકાઇ પડે છે. અનેક વખત મુસાફરો ઇજાઓ થતા બચી ગયા છે. રાત્રીના લાઇટો પણ બંધ રહેતી હોય મુસાફરોને અગવડતા વેઠવી પડી રહી છે. પુછપરછમાં કોઇ ફોન ઉપાડતુ હોય મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. અહી રાત્રીના પણ લાંબા અંતરની બસોની અવરજવર રહેતી હોય છે અને મુસાફરો રાત્રીના પણ અહી આવતા હોય છે પરંતુ એક તો પુછપરછ બારી બંધ રહેતી હોવાના કારણે મુસાફરો મુંઝવણમાં મુકાય જાય છે.ડેપોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં ખખડધજ બસો દોડાવવામા આવે છે જેને પગલે અનેક વખત બસો બંધ થઇ જાય છે અને ધકકા મારવા પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક વિદ્યાર્થીઓ અમરેલીમાં શાળા કોલેજ ખાતે અભ્યાસ કરવા આવતા હોય છે. પરંતુ એસટી બસોની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને પણ હેરાનગતિ પડે છે અનેક વખત વિદ્યાર્થીઓને આંદોલનનો સહારો લેવો પડે છે.
બસોની અંદર પણ કોઇ પ્રકારની સાફસફાઇ કરવામા નથી આવતી જેના કારણે મુસાફરોને ધુળવાળી સીટોમાં બેસીને મુસાફરી કરવી પડે છે. ડેપોમાં દિવસ દરમિયાન પુછપરછની