• Gujarati News
  • બે સ્થળેથી ચોરીની ઘટનામાં પોલીસની કામગીરી સામે ઉઠ્યા સાવાલ

બે સ્થળેથી ચોરીની ઘટનામાં પોલીસની કામગીરી સામે ઉઠ્યા સાવાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે સ્થળેથી ચોરીની ઘટનામાં પોલીસની કામગીરી સામે ઉઠ્યા સાવાલ

ભાસ્કર ન્યૂઝ. અમરેલી

જાફરાબાદતાલુકાના મીતીયાળા ગામે ગઇરાત્રે તસ્કરોએ એક સાથે બે સ્થળને નિશાન બનાવી રૂા. 75 હજારનો મુદામાલ ચોરી કરીને લઇ ગયા હતાં. જો કે પોલીસ અહીં છેક સાંજે પહોંચી હતી અને માત્ર એક દુકાનમાં ચોરીનો પ્રયાસ થયાનો ગુનો નોંધતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. મુદે ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અહિંના સોમાભાઇ જીવાભાઇ મકવાણાના મકાનમાંથી તસ્કરો રૂા. 35 હજારની રોકડ રકમ અને રૂા. 30 હજારના દાગીના મળી 65 હજાર રૂપીયાની મતા ચોરી ગયાનું કહેવાય છે. જ્યારે ચંદુભાઇ ભગવાનભાઇ બાંભણીયાની સસ્તા અનાજની દુકાનમાંથી પણ રોકડ રકમ ચોરાઇ હતી. તેમના દ્વારા સવારે પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. આમ છતાં પોલીસ છેક સાંજે અહિં પહોંચી હતી.

પોલીસ દ્વારા કોઇ અકળ કારણે ચંદુભાઇ બાંભણીયાની દુકાનમાં ચોરીનો પ્રયાસ થયાની ફરીયાદ નોંધવામાં આવી હતી. જ્યારે સોમાભાઇ મકવાણાના મકાનમાં 65 હજારની ચોરી થઇ હોવા છતાં તેનો ઉલ્લેખ કરાતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતાં. સોમાભાઇ મકવાણાએ જણાવ્યુ હતું કે પોલીસે કેમ અમારી ફરીયાદ લીધી તે ખબર પડતી નથી. ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવુ જોઇએ.

મિતીયાળામાં 75 હજારની ચોરી

તસ્કરી|માત્ર ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાતા લોકોમાં રોષ

પોલીસને જાણ હોવા છતાં ઘટના સ્થળે છેક સાંજે પહોંચી. / તસ્વીર:કે.ડી.વરૂ