• Gujarati News
  • ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે

ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે



અમરેલીનીસબજેલ એટલે જાણે કેદીઓ માટે વિવિધ પ્રકારની સગવડતા મેળવવાનું રેઢુ પડ. અહીની સબજેલમાં ભુતકાળમાં અનેક વખત મોબાઇલ, સીમકાર્ડ, બીડી, બાકસ, તમાકુ જેવી અનેક વસ્તુઓ મળી ચુકી છે. અમદાવાદની જડતી સ્કવોર્ડ દ્વારા અવારનવાર બાબતે ગુનાઓ નોંધાયા છે આમ છતા ગઇકાલે ફરી જેલની જડતી દરમિયાન એક મોબાઇલ મળી આવતા અંગે સીટી પોલીસમાં ગુનો નોંધાયો છે.

અમરેલીની જિલ્લા જેલમાં ગઇકાલે અહીના સ્ટાફ દ્વારા જડતી કરવામા આવી હતી. એમ.એલ.ગમારા તથા અન્ય દ્વારા જેલના જુદાજુદા વિસ્તારમાં તપાસ કરવામા આવતી હતી ત્યારે જેલની પાછળની દિવાલ તથા યાર્ડ નંબર-4ની મુખ્ય દિવાલ પાસે આવેલ એક કુંડી પાસેથી બિનવારસી મોબાઇલ મળી આવ્યો હતો. મોબાઇલની સાથે બેટરી પણ મળી આવતા જેલ તંત્ર પણ ચોંકી ઉઠયું હતુ. મોબાઇલ કયા કેદી દ્વારા વાપરવામા આવતો હતો તે હજુ સુધી સ્પષ્ટ થઇ શકયુ હતુ. જેને પગલે એમ.એલ.ગમારા દ્વારા અંગે અજાણ્યા શખ્સ સામે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામા આવી હતી. એએસઆઇ સી.કે.રાઠોડ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીની સબજેલમાં ભુતકાળમાં અનેક વખત જડતી દરમિયાન મોબાઇલ સહિતની ચીજવસ્તુઓ ઝડપાઇ ચુકી છે.

અમરેલી જેલમાં બિનવારસી મોબાઇલ મળ્યો : તપાસ

જડતી| જવાબદારો સામે પગલા કેમ નહીં ?