• Gujarati News
  • આરટીઓ, પોલીસ અને ફાયનાન્સ કંપનીની હેરાનગતિ અંગે સરકારમાં રજૂઆત કરવામા આવશે

આરટીઓ, પોલીસ અને ફાયનાન્સ કંપનીની હેરાનગતિ અંગે સરકારમાં રજૂઆત કરવામા આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરટીઓ, પોલીસ અને ફાયનાન્સ કંપનીની હેરાનગતિ અંગે સરકારમાં રજૂઆત કરવામા આવશે

ભાસ્કરન્યૂઝ. ચલાલા

અમરેલીજિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનની સ્થાપના તાજેતરમાં કરવામા આવ્યા બાદ ટ્રાવેલ્સ સંચાલકોને આરટીઓ, પોલીસ અને ફાયનાન્સ કંપનીઓને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા એક બેઠકનું આયોજન કરવામા આવ્યું છે.

તાજેતરમાં ભુરખીયાદાદાના મંદિરે જિલ્લા ટ્રાવેલ્સ એસો.ની વિધિવત સ્થાપના કરવામા આવી હતી. ત્યારે આગામી તા. 14ને રવિવારના રોજ સવારે 10 કલાકે પેલેસ હોટેલ ઢસા હાઇવે ખાતે જિલ્લા ટ્રાવેલ્સ એસો.ની એક બેઠક મળશે. બેઠકમાં મુસાફરોને ઉતમ પ્રકારની સગવડતા મળી રહે તેમજ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા સામાજિક અને સેવાકીય કાર્યો કરવામા આવે તે અંગે ચર્ચા કરવામા આવશે.

ઉપરાંત ટ્રાવેલ્સ સંચાલકોને આરટીઓ, પોલીસ અને ફાયનાન્સ કંપનીઓ દ્વારા થતી હેરાનગતિ બાબતે પણ ચર્ચા કરવામા આવશે. અને સરકારમાં રજુઆતો પણ કરવામા આવશે. ઉપરાંત જિલ્લામા મુસાફરો પાસેથી એક સરખુ ભાડુ લેવામા આવે તે અંગે પણ ચર્ચા કરવામા આવશે. બેઠકમાં દોઢસોથી વધુ ટ્રાવેલ્સ સંચાલકો ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા ટ્રાવેલ્સ એસો.ના પ્રમુખ અઘાભાઇ જયસ્વાલ, સહમંત્રી દિપકભાઇ ડેરે જણાવ્યું હતુ.

અમરેલી જિલ્લા ટ્રાવેલ્સ એસો.ની બેઠક મળશે