તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખાંભા નજીક કાર ભડભડ સળગી ઉઠી

ખાંભા નજીક કાર ભડભડ સળગી ઉઠી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા નજીક કાર ભડભડ સળગી ઉઠીકારભડભડ સળગી ગયાની ઘટના ખાંભાના રાહાગાળા વિસ્તાર પાસે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અમરેલીમાં રહેતા મનીષભાઇ પંચોળી પોતાની કાર નંબર જીજે 1 એચપી 118 લઇ પરિવાર સાથે કોડીનારના સાનીધાર ગામે પાણીઢોળની વિધીમાં ગયા હતા. બાદમાં પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.

તેઓની કાર રાહાગાળા નજીક પહોંચી ત્યારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. મનીષભાઇએ સમયસુચકતા વાપરી કારમાં બેઠેલા તેમના પરિવારના સભ્યો સહિત તમામ બહાર નીકળી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વાડી ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને આગ બુજાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. ચલાલાથી ફાયર ફાઇટર પણ દોડી ગયુ હતુ પરંતુ ત્યાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી.