• Gujarati News
  • લીલીયાના ગોઢાવદર નજીક કાર પલ્ટી જતા ચારને ઇજા

લીલીયાના ગોઢાવદર નજીક કાર પલ્ટી જતા ચારને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતનીઘટના ગઇકાલે રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે લીલીયા તાલુકાના ગોઢાવદર ગામની એકાદ કીમી દુર બની હતી. ગોઢાવદરમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો લાલજી ઉર્ફે અભિષેક મગનભાઇ અજાણી (ઉ.વ. 20) નામનો બારોટ યુવાન તેના ત્રણ મિત્રો સાથે સ્વીફ્ટ કાર નં. જી જે 1 આરબી 6121માં બેસી આઇસ્ક્રીમ ખાવા માટે લીલીયા તાલુકાના સલડી ગામે ગયો હતો. અનિલ ચંદુભાઇ, અનિષ કિશોરભાઇ તથા પંકજ નામના મિત્રો સાથે આઇસ્ક્રીમ ખાધા બાદ ચારેય મિત્રો કારમાં પરત આવવા નિકળ્યા હતાં.

અનિષ કિશોરભાઇ કાર ચલાવતો હતો અને ગામથી એકાદ કીમી દુર તેણે કાર પરનો કાબુ ગુમાવતા તે ખાળીયામાં પલટી ખાઇ ગઇ હતી. જેને પગલે ચારેયને ઇજા પહોંચતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અનિષ અને અનિલને ગંભીર ઇજા જણાતા વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતાં. લાલજી ઉર્ફે અભિષેકની ફરીયાદ પરથી પોલીસે બનાવ અંગે ધોરણસરની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.