• Gujarati News
  • ભુરખીયાની મહિલાનો કુવામાં પડી આપઘાત

ભુરખીયાની મહિલાનો કુવામાં પડી આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુરખીયાની મહિલાનો કુવામાં પડી આપઘાત

અમરેલી|લાઠીતાબાના ભુરખીયા ગામે રહેતી એક રજપુત મહિલાએ આજે પોતાની વાડીમાં આવેલ કુવામા પડી આપઘાત કરી લીધો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ભુરખીયામા રહેતી દક્ષાબેન નરેશભાઇ પરમાર (ઉ.વ.36)નામની મહિલાએ પોતાના પતિ નરેશભાઇ અમરેલી ભાડુ કરવા માટે ગયા હોય જે સારૂ નહી લાગતા અથવા કોઇ અગમ્ય કારણોસર તેણે પોતાની વાડીમાં આવેલ કુવામા પડી આપઘાત કરી લીધો હતો. બારામાં લાઠી પોલીસમાં જાણ કરવામા આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મંદિરમાં બકરાનો બલી ચડાવી કચરો ફેંકવાના મુદે મારામારી

અમરેલી|દેવળીયાગામે રહેતા અરવિંદભાઇ વલ્લ્ભભાઇ પીપળીયા નામના કોળી ખેડૂત પર તે ગામના જયસુખ પોપટ તથા ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અરવિંદભાઇ પીપળીયાની ગામની સીમમાં આવેલ ખેતીની જમીનમાં મેલડી માતાનુ મંદિર આવેલુ છે. મંદિરમાં ગઇકાલે જયસુખ પોપટ અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ બકરાનો બલી ચડાવ્યો હતો. અને બાદમાં તેના ચામડા અને હાડકા ખેતરમાં આમથી તેમ ફેંકી દીધા હતા. જે અંગે ઠપકો દેવા જતા ચારેય શખ્સોએ તેને છરી મારવા દોડી ધમકી દીધી હતી અને ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી.