• Gujarati News
  • અમરેલીમાં ત્રણ દુકાનમાંથી 5.50 લાખની ચોરી

અમરેલીમાં ત્રણ દુકાનમાંથી 5.50 લાખની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના હરિ રોડ પર સાડીના શો-રૂમ, રેડીયોની દુકાન અને એક પેઢીમાંથી હાથ ફેરો કર્યો : તસ્કરો સીસી ટિવીમાં કેદ

અમરેલીમાંતસ્કરોને જાણે રેઢુ પડ મળ્યુ હોય તેમ ગઇરાત્રે શહેરની મધ્યમાં આવેલ હરી રોડ પર એક સાથે ત્રણ-ત્રણ દુકાનોને નિશાન બનાવી રૂા. સાડા પાંચ લાખનો મુદામાલ ચોરી કરીને લઇ જતા વેપારી વર્તુળમાં ભારે ચકચાર ફેલાઇ છે. દુકાનદારો સવારે દુકાને પહોંચ્યા ત્યારે માલ સામાન વેર વિખેર પડયો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સીસીટીવી ફુટેજના આધારે ઘટનાનો ભેદ ઉકેલવાની આશા રાખી રહી છે. કેટલાક શકમંદોની પુછપરછ પણ કરાઇ હતી. રેન્જ આઇજીએ ગઇકાલે અમરેલીમાં મુકામ કર્યો હતો તેવા સમયે તસ્કરોએ પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી.

રેન્જ આઇજી બિજેશકુમાર ઝાએ ગઇકાલે અમરેલીના આગેવાનો સાથે બેઠક કરતા આગેવાનોએ પોલીસની કામગીરી પ્રમાણમાં સારી હોવાનો સંતોષ વ્યક્ત કર્યાના બાર કલાકમાં તસ્કરોએ અમરેલી શહેરની મધ્યમાં બજારમાં ત્રણ-ત્રણ દુકાનોને નિશાન બનાવી રૂા. સાડા પાંચ લાખનો હાથફેરો કરી શહેર પોલીસને દોડતી કરી દીધી છે. ગઇ મધરાત્રે તસ્કરોએ અહિંના હરીરોડ પર ગંગોત્રી એન એક્સ સાડી શો-રૂમ, રાજેશ રેડીયો અને હરીચંદ ટોટલદાસની પેઢીમાં હાથફેરો કર્યો હતો.

અમરેલીમાં લાઠી રોડ પર ઇન્દ્રવિહાર સોસાયટીમાં રહેતા શંકરલાલ નાનકરામ શીવનાણી નામના સંધી લોહાણા વેપારી હરી રોડ પર ગંગોત્રી સાડીનો અદ્યતન શોરૂમ ધરાવે છે. ગઇરાત્રે તસ્કરો તેમના શોરૂમની અગાશી પર ચડી લોખંડના સળીયાની ગ્રીલ કાપી અંદર પ્રવેશ્યા હતાં. તસ્કરોએ અહિં સૌ પ્રથમ સીસીટીવીમાં તોડફોડ કરી હતી. તસ્કરોએ અહિં વીઆઇપી વિભાગમાં કિંમતી સાડીઓ અને ડ્રેસ મટીરીયલને વેર વિખેર કરી નાખ્યુ હતું. તેમના શોરૂમના અન્ય વિભાગોમાં પણ સાડી-ડ્રેસ મટીરીયલ્સ અને ચણીયાચોળીનો સામાન આમથી તેમ ફેંકી દીધો હતો.

અહિંથી તસ્કરો રૂા. સાડા પાંચ લાખની કિંમતની મોંઘા ભાવની સાડી, ડ્રેસ મટીરીયલ્સ તથા ચણીયાચોળીનું કાપડ ચોરી કરીને લઇ ગયા હતાં. તસ્કરોએ માત્ર એક શોરૂમને નિશાન બનાવ્યો હતો. બાજુમાં આવેલ હરીચંદ તોતલદાસની માચીસ-પાન, મસાલાની પેઢીમાં પણ ઘુસ્યાહતાં અને અહિં કાઉન્ટરના ખાના તોડી રૂા 1500ની કિંમતના ચાંદીના ત્રણ સિક્કા ચોરી ગયા હતાં. ઉપરાંત હરી રોડ પર આવેલ દોલતભાઇ ભુવાની રાજેશ રેડીયો નામની દુકાનમાં પણ રાત્રે તસ્કરો ગ્રીલ વગરની બારી તોડીને અંદર પ્રવેશ્યા હતાં. અહિંથી તસ્કરો રૂા. એકાદ