• Gujarati News
  • તસ્કરોની વધી રહેલી રંઝાળથી વેપારીઓમાં ભારે રોષ, સીસીટીવી ફુટેજના આધારે પોલીસની તસ્કરોની કડી મે

તસ્કરોની વધી રહેલી રંઝાળથી વેપારીઓમાં ભારે રોષ, સીસીટીવી ફુટેજના આધારે પોલીસની તસ્કરોની કડી મેળવવા મથામણ. / પ્રકાશચંદારાણા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસ્કરોની વધી રહેલી રંઝાળથી વેપારીઓમાં ભારે રોષ, સીસીટીવી ફુટેજના આધારે પોલીસની તસ્કરોની કડી મેળવવા મથામણ. / પ્રકાશચંદારાણા

અનેક શકમંદોની પુછપરછ | અમરેલીમાંએક સાથે ત્રણ દુકાનોમાં ચોરી અંગે સીટી પોલીસે મોડી સાંજે અનેક છાપેલા કાટલાઓની પુછપરછ શરૂ કરી હતી. પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતા અને ભુતકાળમાં આવી ચોરીઓમાં સંડોવાયેલા કેટલાક શખ્સોની પણ પુછપરછ શરૂ કરાઇ છે. ભુતકાળમાં શો-રૂમમાં નોકરી કરનારા અને ગેસ્ટ હાઉસમાં ઉતરનારા શંકાસ્પદ શખ્સોની પણ પુછપરછ શરૂ કરાઇ હતી.

બુકાની બાંધીને આવ્યા ત્રણ તસ્કરો | તસ્કરોકદાચ ગંગોત્રી સાડી શોરૂમમાં સીસીટીવી કેમેરા છે તેવું અગાઉથી જાણતા હતાં. જેના કારણે તસ્કરો મોઢે બુકાની બાંધી અંદર પ્રવેશ્યા હતાં. અહિં સીસીટીવીમાં ત્રણ તસ્કરો નઝરે પડયા હતાં. જેમણે બાદમાં ત્રણ કેમેરાના વાયર કાપી નાખ્યા હતાં અને બીજા કેમેરાઓને ખુરશી પર ચડી ઉંધા કરી નાખ્યા હતાં.

હજુ તો ગઇકાલે રેંજ આઇ.જી. સાથેની આગેવાનોની બેઠકમાં પોલીસની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો અને 12 કલાકમાં તસ્કરોએ તાકાત બતાવી

વેપારી

વર્તુળમાં ચર્ચા