• Gujarati News
  • સુરતથી અમરેલી પહોંચવા પરિવહનની પળોજણ

સુરતથી અમરેલી પહોંચવા પરિવહનની પળોજણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તહેવારો ટાણે એસટીની અપૂરતી સુવિધા અને ખાનગી બસોમાં ઉંચા ભાવ: રેલ, હવાઇ અને ફેરી સર્વિસની સુવિધા હવામાં

દિપાવલીનોતહેવાર માથે છે. અમરેલી જિલ્લાના હજારો યુવાનો રોજીરોટીની તલાશમાં સુરત અને મુંબઇ જેવા શહેરોમાં વસવાટ કરી રહ્યાં છે. પરિવારો સાથે રહેતા લોકોની સૌથી મોટી સમસ્યા અમરેલી અને સુરત વચ્ચે યોગ્ય પરિવહનના અભાવની છે. તહેવારોના દિવસો દરમિયાન ખાનગી વાહન ચાલકો તગડુ ભાડુ વસુલે છે. એસટી દ્વારા પુરતી બસો દોડાવાતી નથી. અને જે દોડાવાય છે તેમા સુવિધાનો અભાવ છે. વર્ષોની માંગ છતા સુરતની ટ્રેનની સગવડ નથી. ફરી સર્વીસ અને હવાઇ સેવાની વાતો હવામા છે. એકંદરે લોકોની હાડમારીનો પાર નથી.

સુરતમાં ધંધાર્થે વસવાટ કરતા અમરેલી પંથકના લગભગ તમામ પરિવારો દિપાવલીની ઉજવણી વતનમા કરે છે. પરંતુ દિવાળી સહિતના દરેક તહેવારની તેમની સૌથી મોટી અગવડતા હોય તો તે યોગ્ય વાહન વ્યવહારના અભાવની છે. અહીના હજારો યુવાનોને રોજીરોટીની તલાશમાં સુરતમાં સ્થાયી થવુ પડયું છે. તેમને મુસાફરી માટે એસટી કે રેલ સહિત કોઇ સુવિધા સંતોષજનક મળતી નથી.

અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો જિલ્લાનો વિકાસ કરવામા કે લોકોને પાયાની સુવિધા આપવામા તો સદંતર નીષ્ફળ ગયા છે. પરંતુ યોગ્ય પરિવહન સુવીધા પણ અપાવી શકયા નથી. અમરેલી સુરત વચ્ચે મોટી સંખ્યામા ખાનગી બસો દોડે છે અને સારી સુવિધા પણ આપે છે પરંતુ એસટી પુરતી બસો દોડાવી શકતી નથી. અને બસો પણ ખખડધજ દોડે છે. ખાનગી વાહન ચાલકો સારી સુવિધાની સાથેસાથે ગરજના ભાવો પણ તોડાવે છે.

એસટી દ્વારા વધારાની બસો દોડાવવાની જાહેરાત તો કરાઇ પરંતુ બસો કેટલી સંખ્યામા અને કયારે દોડશે તે નકકી હોય મુસાફરો નાછુટકે તેમાં મુસાફરી કરે છે. હાલમાં મહુવા સુરત વચ્ચે અડવાડીયે એક વખત પેસેનજર ટ્રેન દોડે છે જે સાવરકુંડલા, લીલીયા અને દામનગર સ્ટેશને ઉભી રહે છે. પરંતુ અમરેલી જિલ્લાને સુરતની ટ્રેન આપવાની માંગ કયારેય સ્વીકારાઇ નથી. મહુવાથી સુરતની ટ્રેન દરરોજ દોડાવવાની માંગ પણ રેલ તંત્ર દ્વારા હજુ સ્વીકારાઇ નથી. જેને પગલે મુસાફરો લુંટાઇ રહ્યાં છે.

ફેરી સર્વિસ અને હવાઇ સેવાના ઠેકાણા નથી

અમરેલીનેસુરતસાથે સાંકળવા એક તબ્બકે દરિયાઇ માર્ગે પીપાવાવથી ફેરી સર્વિસ શરૂ કરવાની વાત પણ ઉઠી હતી. જો કે વાત હજુ સુધી હવામા છે. આવી રીતે સુરત અમરેલી વચ્ચે હવાઇ સેવાની વાતો પણ અવારનવાર થઇ. પરંતુ તેને પણ કયારેય અંજામ આપી શકાયો નથી.

દિવાળીપર રહેશે સ