• Gujarati News
  • અમરેલીમાં સહજ સીટી દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન

અમરેલીમાં સહજ સીટી દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાંસહજ સીટી પરિવાર દ્વારા દિપાવલીના પાવન પર્વ પર ભારતીય સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું છે. દિવસે રાત્રે અહી એક ડાન્સ કોમ્પીટીશન યોજવામા આવી છે. બંને સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામા આવશે. અમરેલીમાં સહજ સીટીના પ્રણેતા કરશનભાઇ નસીત અને રાજેશભાઇ પટેલે જણાવ્યું હતુ કે દિપાવલીના પર્વ પર દરેક ઘર અને ધંધાના સ્થળો રંગોળીથી શોભી ઉઠે છે. ત્યારે પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશયથી સહજ સીટી ખાતે દિપાવલીના દિવસે એક રંગોળી સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યું છે. સાંજના 4 થી 6 દરમિયાન રંગોળી સ્પર્ધા યોજાશે. તેમણે એમપણ જણાવ્યું હતુ કે દિવાળીના દિવસે એક ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરાયુ છે. અહી ટ્રેડીશનલ ડ્રેસમા પણ ખેલૈયાઓ ડાન્સ કરતા નજરે પડશે. પંદર વર્ષથી ઉપરના લોકો માટે ખુલ્લી સ્પર્ધા રખાય છે. સાંસદ કાછડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

કોમ્પીટીશન| વિજેતાઓને ઇનામ આપી સન્માનાશે