તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અમરેલીમાં ક્રિષ્ના રાસોત્સવ યોજાયો

અમરેલીમાં ક્રિષ્ના રાસોત્સવ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં ગજેરા એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ક્રિષ્ના પબ્લિક સ્કુલ દ્વારા કડવા પટેલ સમાજની વાડી ખાતે ક્રિષ્ના રાસોત્સવનું આયોજન કરવામા આવ્યું હતુ. શાળાના ત્રણસો ઉપરાંતના ખેલૈયાઓએ પ્રાચીન અર્વાચીન રાસગરબાની રમઝટ માણી હતી. ક્રિષ્ના પબ્લિક સ્કુલ દ્વારા આયોજીત રાસોત્સવમાં મહાનુભાવો દ્વારા સૌપ્રથમ માતાજીની આરતી કરી રાસોત્સવનો આરંભ કરાવવામા આવ્યો હતો. પ્રસંગે કવિ હર્ષદભાઇ ચંદારાણા, પરેશભાઇ મહેતા, મહેન્દ્રભાઇ જોષી, મુકેશભાઇ સંઘાણી, જીતુભાઇ ડેર, ભગીરથભાઇ ત્રિવેદી, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના વસરા, રોહિતભાઇ જીવાણી, નિવૃત પ્રિન્સીપાલ સીતાપરા, રોહિતભાઇ મહેતા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. / પ્રકાશચંદારાણા