• Gujarati News
  • પ્રજાના પ્રશ્નો લેખિતમાં સ્વીકારી નિરાકરણ આવે તેવું કરાશે

પ્રજાના પ્રશ્નો લેખિતમાં સ્વીકારી નિરાકરણ આવે તેવું કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંઆમ આદમી પાર્ટી દ્વારા જનજાગૃતિ તેમજ ધરણા પ્રદર્શન સહિતના કાર્યક્રમનું 13મીએ આયોજન કરવામા આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને જમીન વિહોણા કરવા માટે લાવેલ કાયદો ભુમિ અધિગ્રહણ બીલ મુદ્દે વિરોધ પ્રદર્શન, પોલીસ અને સરકારી હોસ્પિટલોમાં પુરતા સ્ટાફની નિમણુંક સહિતના મુદ્દે રજુઆતો કરવામા આવશે.

અમરેલીમાં તા. 13મીએ સવારે 9 કલાકથી સાંજ સુધી અહીના નાના બસ સ્ટેન્ડ ચોકમાં શહેરની જનતાના પ્રશ્નો લેખિતમાં સ્વીકારીને પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે તેવા પ્રયત્નો આમ આદમી પાર્ટી દ્વારા કરવામા આવશે. જનજાગૃતિ અને ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં ભારતના ન્યાય તંત્રમાં સુધાર લાવવા જેમ કે સમય મર્યાદામા ન્યાય અને ન્યાયિક પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડીંગ અને ન્યાયમાં વિસંગતતા કેમ ?

ઉપરાંત પોલીસની ફરજમા આવતા લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા, જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં લોકોની સુખાકારી માટે આવતા નાણા ખરેખર લોક હિતમા ઉપયોગમા આવે વિગેરે પ્રશ્નો અંગે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરવામા આવશે. જનજાગૃતિ અને ધરણા પ્રદર્શન કાર્યક્રમ માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે. ખેડૂતોને લગતા પ્રશ્નોને ભૂમિ અધિગ્રહણનો પણ વિરોધ કરી કેન્દ્ર સરકારનાં નિર્ણય સામેનો વિરોધ પણ કરવામાં આવશે.