• Gujarati News
  • અમરેલીમાં પરપ્રાંતિયને મકાન ભાડે આપનાર બે માલીક સામે ગુનો

અમરેલીમાં પરપ્રાંતિયને મકાન ભાડે આપનાર બે માલીક સામે ગુનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં પરપ્રાંતિયને મકાન ભાડે આપનાર બે માલીક સામે ગુનો



અમરેલીએસઓજી દ્વારા અધિક કલેકટરના જુદાજુદા જાહેરનામાઓનો ચુસ્ત અમલ થાય તે દિશામા કાર્યવાહી થઇ રહી છે તેના ભાગરૂપે અમરેલી શહેરમાં ભાડે અપાયેલા મકાનો અંગે વ્યાપક ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતુ. એસઓજી દ્વારા અમરેલીમાં બટારવાડી વિસ્તારમાં સલીમભાઇ વલીભાઇ કચરા તથા બહારપરાના રૂહુલાલી મહંમદઅલી શેખના ભાડાના મકાનમાં ચકાસણી કરાઇ હતી. બંને મકાન માલિકો દ્વારા પરપ્રાંતિય લોકોને તેમના મકાન ભાડે દેવામા આવ્યા હતા. પરંતુ જાહેરનામુ હોવા છતા પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપતા પહેલા પોલીસને કોઇ પ્રકારની જાણ કરાઇ હતી જેને પગલે એસઓજીના પીએસઆઇ બી.જે.બારીયા તથા સ્ટાફ દ્વારા બંનેની ધરપકડ કરાઇ હતી.