• Gujarati News
  • અમરેલીમાં સૌરાષ્ટ્ર કચ્છના 108 પરિવારના તેજસ્વી છાત્રોનું પણ સન્માન કરાયંુ

અમરેલીમાં સૌરાષ્ટ્ર કચ્છના 108 પરિવારના તેજસ્વી છાત્રોનું પણ સન્માન કરાયંુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં સૌરાષ્ટ્ર કચ્છના 108 પરિવારના તેજસ્વી છાત્રોનું પણ સન્માન કરાયંુ



લોકોમાટે જીવન દાયીની સાબીત થનાર 108 સુવિધા ખરેખર તો તેની અંદર રખાયેલી સગવડોની સાથે સાથે તેના ઉમદા સ્ટાફના કારણે વધુ અસરકારક સાબીત થઇ રહી છે. ગંભીર કિસ્સાઓમાં પાઇલોટ અને તેના સ્ટાફની ભુમિકા મહત્વની હોય છે. ખુબ ક્રીટીકલ કેસોને સંભાળી દર્દીનો જીવ બચાવનાર સૌરાષ્ટ્ર-કચ્છના ઇએમટી પાઇલોટને અમરેલીમાં ઇએમ કેર એવોર્ડ આપી ગઇકાલે સન્માનીત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત 108 પરિવારના તેજસ્વી છાત્રોને પણ સન્માનીત કરાયા હતાં.

108 પરિવારના સ્ટેટ ઓપરેશન હેડ સતીષ પટેલ તથા સૌરાષ્ટ્ર-કચ્છના દરેક જીલ્લાના પ્રોગ્રામ મેનેજરની ઉપસ્થિતીમાં અમરેલીના પ્રોગ્રામ મેનેજર ડો. જયેન્દ્ર દાહીમાના માર્ગદર્શન નીચે બુધવારે અમરેલીના પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે એવોર્ડ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સમાં કામ કરનાર ઇએમટી પાઇલોટ દ્વારા ખુબ ક્રીટીકલ કેસમાં દર્દીને બચાવવામાં આવ્યા હોય તો દરેક જીલ્લામાંથી આવા એક એક કેસ પસંદ કરી તે અંગે એવોર્ડ આપવામાં આવે છે.

અમરેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છ જીલ્લાના પાઇલોટને ઇએમ કેર એવોર્ડ આપી સન્માનીત કરાયા હતાં. ઉપરાંત 108 પરિવારના તજસ્વી છાત્રોને પણ ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં.

ગંભીર કેસોના દર્દીઓને બચાવી લેનારા 108ના પાઇલોટોને એવોર્ડ