• Gujarati News
  • અધિકારીઓએ ગ્રામ્ય સ્તરના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવું જોઇએ: કલેકટર

અધિકારીઓએ ગ્રામ્ય સ્તરના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવું જોઇએ: કલેકટર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજાનીફરિયાદો, રજુઆતોનો સમય મર્યાદામાં નિવારણ થાય અને સ્થાનિક પ્રશ્નો માટે લોકોને જિલ્લા કે રાજયકક્ષા સુધી જવુ પડે તેવા હેતુસર રાજય સરકારે લોક સંવાદ સેતુ કાર્યક્રમ શરૂ કરેલ છે. આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમને નકકર સ્વરૂપ આપવા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી.

કલેકટર એચ.આર.સુથારે બેઠકમાં બોલતા જણાવ્યું હતુ કે તાલુકાકક્ષાએ અને જિલ્લાકક્ષાના અધિકારીઓએ ગ્રામ્ય સ્તરના પ્રશ્નોનું શકય તેટલુ ઝડપથી નિવારણ કરવામા આવે તેવો અભિગમ અપનાવવો જોઇએ. નિતી વિષયક બાબતોથી પણ લોકોની રજુઆત નિવારણ પ્રયત્નશીલ રહેવુ ખુબ આવશ્યક છે. લોક સંવાદ સેતુના અગાઉના તબકકામાં રજુ થયેલલી બાબતોમાં નિતી વિષયક બાબતો અંગે જરૂરી દરખાસ્તો અંગે પણ કલેકટરને સુચનાઓ આપી હતી.

બેઠકમાં જિલ્લાભરમાં જીઆઇડીસી સ્થાપવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલના નડતરરૂપ પોલ ખસેડીને સુવિધા કરવા પણ સુચના આપવામા આવી હતી. આગામી સમયમાં આંબેડકર જયંતી અને વણથંભી વિકાસયાત્રા અને કૃષિ મહોત્સવના કાર્યક્રમો આવી રહ્યાં છે જેનુ સુચારૂ આયોજન કરવા પણ કલેકટરે સુચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી સુજીતકુમારે આગામી કૃષિ મહોત્સવ દરમિયાન દરેક મથકોએ યોજાનાર કાર્યક્રમોમાં ખેડૂતોને ઉપયોગી બને તેવી બાબતોના સ્ટોલનું આયોજન કરવામા દરેક સરકારી વિભાગના અધિકારીઓ સહયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. તકે અધિક કલેકટર જે.કે.ઠેસીયા, ડીઆરડીએ નિયામક વાઢેર, પ્રાંત અધિકારી પાટીદાર, આસી. કલેકટર ગુપ્તા, નાયબ ચુંટણી અધિકારી રાઠોડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.