દિકરીઓએ પૂરી કરી પિતાની અંતિમ ઇચ્છા, કાંધ આપી કર્યો અગ્નિસંસ્કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ધારીમાં ચાર દિકરીઓએ પિતાને કાંધ આપી કર્યો અગ્નિસંસ્કાર
- પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી સમાજને નવો રાહ ચિંધ્યો

ધારીમાં નવી વસાહતમા રહેતા અને મિસ્ત્રીકામ કરતા એક વ્યકિતનુ હ્દયરોગની બિમારીથી મૃત્યુ નિપજયુ હતુ. તેઓની અંતિમ ઇચ્છા તેમની ચાર દિકરીઓએ પુર્ણ કરી હતી. તેમના મૃત્યુ બાદ તેમને ચારેય દિકરીઓએ કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યો હતો. અને સમાજને નવો રાહ ચિંધ્યો હતો. ધારીમાં નવી વસાહતમા યોગીનગરમા રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિનુભાઇ ભુરાભાઇ ચિત્રોડા (ઉ.વ.૭૪) પાછલા એકાદ વર્ષથી હ્દયરોગની બિમારીમા સપડાયા હતા. તેઓને સંતાનમા ચાર દિકરીઓ જ હતી. તેઓએ ચારેય દિકરીઓને જણાવ્યુ હતુ કે મારા મૃત્યુ બાદ દિકરીઓ મને કાંધ આપે.
બાદમાં આજે સવારે તેઓનુ નિધન થતા તેમના દિકરીઓ મીનાબેન, નયનાબેન, રૂપાબેન તેમજ સુમીતાબેન દ્વારા તેઓને અગ્નિદાહ આપી કાંધ આપવામા આવી હતી. ચિત્રોડા પરિવારના મોભીના નિધનથી પરિવારમા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. આ ચારેય દિકરીઓએ દિકરાની ગરજ સારી આ કાર્ય કરી સમાજને પરિવર્તનની નવી રાહ ચિંધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા અગાઉ અમરેલીમા પણ દિકરીઓએ પિતાને કાંધ આપી હતી. તો બગસરામાં પતિનુ નિધન થતા પત્નીએ કાંધ આપી સમાજને સામાજિક પરિવર્તનની ઉમદા રાહ ચિંધી હતી.