• Gujarati News
  • 14 Oxen Saved Who Sent For The Slaughter House At Babara

બાબરા નજીકથી કતલખાને લઇ જવાતા 14 બળદોને બચાવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભાવનગર અને બાબરાના ગૌસેવા ગ્રુપના સભ્યોએ ટ્રકને અટકાવ્યો.
- ટ્રક ચાલક અને કલીનર નાસી છૂટવામાં સફળ રહ્યા.
અમરેલી જિલ્લામાં પશુઓને ગેરકાયદે કતલખાને ધકેલવાની પ્રવૃતિઓ વધી રહી છે. હજુ થોડા દિવસ પહેલા બાબરામાંથી કતલખાને જતા ચાર પશુઓને બચાવી લેવામા આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે કોટડાપીઠા ગામ નજીક ખાનપરના પાટીયા પાસેથી ભાવનગર અને બાબરાના ગૌસેવા ગ્રુપે બાતમીના આધારે એક ટ્રકની અટકાવી તલાશી લેતા કતલખાને ધકેલાતા ૧૪ બળદો મળી આવ્યા હતા.
ભાવનગર ગૌસેવા ગ્રુપના કુલદપિસિંહ ગોહિલ, ગુમાનસિંહ ચૌહાણ, જીતેન્દ્રભાઇ ગોહેલ તેમજ બાબરાના ગજેન્દ્રભાઇ શેખવા, મૌલિકભાઇ તેરૈયા, અશ્વિનભાઇ મકવાણા અને રાજેન્દ્રભાઇ વાળાને બાતમી મળતા અહીના કોટડાપીઠા ગામ નજીક ખાનપરના પાટીયા પાસે રાજકોટ તરફથી આવી રહેલા ટ્રક નંબર એમએચ ૦૪ એફડી ૭૫૮ને અટકાવ્યો હતો.
ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાં ૧૪ બળદોને ક્રુરતા પુર્વક ભરવામા આવ્યા હતા. ટ્રકને અટકાવતા ડ્રાઇવર અને કલીનર નાસી છુટયા હતા. બાદમાં આ ટ્રકને બાબરા પોલીસને સોંપી દેવામા આવ્યો હતો અને કુલદપિસિંહ ગોહિલ દ્વારા ટ્રક ચાલક સામે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અનેક સ્થળોએ પશુઓને ગેરકાયદે કતલખાને ધકેલવાની પ્રવૃતિઓ વધી રહી છે. જેના કારણે ગૌ પ્રેમીઓમાં ચિંતાની લાગણી વ્યાપી ઉઠી છે. ત્યારે આવી પ્રવૃતિઓ સામે તંત્ર કડક હાથે કામગીરી કરે તેવુ ગૌ પ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે. આગળ ક્લિક કરો જુઓ ઘટનાની કેટલીક તસવીરો
( તસવીરો : દિલીપ રાવલ, અમરેલી)