ભીમ અગિયારસે જુગાર રમતા ૯૦થી વધુ ઝડપાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર-જિલ્લામાં ભીમ અગીયારસના પર્વે જાહેરમાં જુગારની બાજી માંડી બેઠેલા ૯૦ થી વધુ ઈસમોને લાખોની રકમના મુદ્દામાલ સાથે એલ.સી.બી. તથા પોલીસે ઝડપી લીધા હતા. ગઢડામાં રાધાવાવ આગળ દિપુભાઈ લખુભાઈ જેબલીયાની વાડીના પાછળના ભાગે ગઈકાલે જાહેરમાં જુગાર રમી રહેલા ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખના ભાઈ દિલીપ લખુભાઈ જેબલીયા સહિ‌ત છ શખ્સોને રોકડ રૂ.૧પ,૦૯૦, બે મોટર સાયકલ તથા છ મોબાઈલ મળી કુલ રૂ.૬૮,૦૯૦ની મત્તા સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન વિજય મોહન, સંજય હર્ષદ તથા કાળુ વાલજી મેર નાશી છુટ્યા હતા. શહેરના કુંભારવાડામાં ગોકુળ સોસાયટીમાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને રૂ.૩પ૬૦ની મત્તા સાથે અને કુંભારવાડા અમર સોસાયટીમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રૂ.૮૬૬૦ની મત્તા સાથે ડી ડીવી. પોલીસે ઝડપી લીધા હતા. સિહોરના મારવાડીનગરમાંથી ૮ શખ્સોને રૂ.૧૪,૯૧૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધાહતા. પાલિતાણામાં ગોરજીની વાડીમાંથી જુગાર રમતા ત્રણ શખ્સો રૂ.૬૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે બે શખ્સો નાશી ગયા હતા. લીલીવાવમાં ખોડીયારમાંના મંદિરના ઓટલા પાસેથી જુગાર રમી રહેલા ૭ ઈસમોને રૂ.પ૨૪૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. પાલિતાણાના રાજસ્થળી ગામે રામજી મંદિરપાસેથી ચાર શખ્સોને કુલ રૂ.૮૦૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. પરવડીમાં ૧૩ શખ્સો રૂ.૧પ૪૯૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ગારિયાધારના નાની વાવડીમાં પ શખ્સો રૂ.૨પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા જ્યારે ગારીયાધારના નવાગામ રોડ પરથી નવ શખ્સોને રૂ. ૧૮૩૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દાઠાના ભુંગર ગામે જુગાર રમી રહેલા છ શખ્સોને રૂ.૨પ,પ૦૦ના મુદ્દામાલ સાથે દાઠા પોલીસે ઝડપી લીધા હતા. ટીંબીથી જુગાર રમી રહેલા ચાર શખ્સોને રૂ.૧૮,પ૬૦ની મત્તા સાથે એલ.સી.બી.એ ઝડપી લીધા હતા. ઢસા તાબાના જલાલપર ગામેથી જુગાર રમતા ૧૦ શખ્સો રૂ.૧,૩પ,૭૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. અન્ય વિસ્તારમાં સાત શખ્સો રૂ.૧૯૭૬૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાયા હતા. ઢસામાંથી ૮ શખ્સો કુલ રૂ.૧,૩૭,૮૬૦ની રોકડ તથા મોબાઈલ અને વાહનો સાથે ઝડપાયા હતા. બોટાદના નાગલપરમાં ૧૨ વ્યક્તિઓને રૂ.૧પ,૨પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. તેમજ ખોડીયારનગર પાસે અવ માર્ગ પાસે જુગાર રમતા બે શખ્સો ૩૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.