વોંકળામાં ચાર બાળકો ડૂબતાં હાહાકાર, ભરવાડ પરિવાર હતપ્રભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વોંકળામાં ગરકાવ થયેલી બાળકીને બચાવવા જતાં સર્જાઇ દુર્ઘટના : ભરવાડ પરિવાર હતપ્રભવંથલીનાં ભાટીયા ગામ પાસે આજે બપોરનાં સુમારે એક વોંકળામાં ચાર બાળકો ડૂબીને મોતને ભેટતા હાહાકાર મચી ગયો છે. વોંકળામાં ડૂબતી બાળકીને બચાવવામાં હ્રયદ્રાવક દુર્ઘટના સર્જાઇ હતી. ચાર માસુમનાં મોતથી ભરવાડ પરિવાર આઘાતમાં હતપ્રભ બની ગયો હતો.દ્રદયદ્રાવક ઘટનાની પ્રાપ્તવિગતો મુજબ વંથલી તાલુકાનાં ભાટીયા ગામે સો વારીયા પ્લોટ વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારનાં ચાર બાળકો આજે બપોરનાં સુમારે નવાગામ રોડ નજીકનાં વિસ્તારમાં રમવા ગયા હતા. અહીયા આ બાળકો રમતમાં પણ મશગૂલ બન્યા હતા. દરમિયાન બપોરનાં બે વાગ્યાની આસપાસ એક બાળકી નજીકમાં આવેલા વોંકળામાં ન્હાવા પડેલ અને ઉંડા પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલ ત્રણ બાળકો પણ ઉંડા પાણીમાં ગરક બની ગયા હતા. આ દુર્ઘટનામાં પૂનમ કાળુભાઇ ભરવાડ (ઉ.વ.૫), દિવ્યા પરબતભાઇ ભરવાડ (ઉ.વ.૪), દયા પરબતભાઇ ભરવાડ (ઉ.વ.૫) અને કશિન પરબતભાઇ ભરવાડ (ઉ.વ.૧૦) નામનાં બાળકો વોંકળામાં ડૂબી જતા મોતને ભેટી ગયા હતા.આ બાળકો સાંજનાં ચાર વાગ્યા સુધીમાં ઘરે ન આવતા પરિવારજનો અને ગ્રામજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન આ બનાવની જાણ થતા ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં વોંકળાનાં પાણીમાં એક બાળકીનો ડ્રેસ તરતો જોવા મળ્યો હતો. તેમજ ૧૦૮ને પણ જાણ કરાતા સ્ટાફ વાન સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વોંકળામાં ડૂબીને મોતને ભેટેલા બાળકોનાં મૃતદેહો બહાર કાઢવામાં આવતા શોકનું મોજુ પ્રસરી ગયું હતુ. આ ચારેય મૃત બાળકોને પીએમ માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. માસૂમનાં મૃતદેહોને ગામ લોકો હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.- એક જ પરિવારનાં એક ભાઇ, બે બહેન મોતને ભેટી ગયાઆ બનાવની કરૂણતા એ છે કે પરબતભાઇ ભરવાડનાં ત્રણ સંતાનો મોતને ભેટી ગયા હતા. જેમાં બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ થાય છે. આ પરિવારનાં ત્રણેય સંતાનોને કાળ આંબી જતા આઘાતમાં સ્તબ્ધ બની ગયો હતો. જ્યારે કાળુભાઇ ભરવાડને સંતાનમાં ત્રણ પુત્રીઓ હોય તે પૈકી એક પુત્રી આજે મોતને ભેટી જતા આ પરિવાર પણ શોકમાં ગરકાવ બન્યો હતો. બે શ્રમિક પેટીયુ રળવા અહી આવ્યા હોય અને તેમનાં જ પરિવારનાં સંતાનોના આ આકસ્મીક મોતથી આ પરિવાર પર આભ તુટી પડ્યું હતું. આ ઘટનાથી નાના એવા ગામમાં પણ અરેરાટી સાથે શોકનું મોજુ પ્રસરી ગયુ હતુ.- પાણીની ઘાત યથાવત : ત્રણ દિ’માં સાત મોતસોરઠમાં કોડીનારનાં ગણેશમંડળ દ્વારા મુળ દ્વારકાનાં દરીયામાં ગણપતિ વિસર્જન સમયે બે દિવસ પૂર્વે રવિવારે ત્રણ યુવાનો ડૂબી જતા મોતને ભેટી ગયા હતા. જે પરિવાર હજુ પણ શોકમાં છે ત્યાં આજે વંથલીનાં ભાટીયા ગામે પેટીયુ રળવા આવેલા બે શ્રમિક પરિવારનાં એક સાથે ચાર સંતાનો વોંકળામાં ડૂબી જતાં ત્રણ દિવસમાં કુલ સાતનાં મોત થયાં છે.