કતલખાને ધકેલાઈ રહેલા ૨૩ પશુઓને બચાવી લેવાયા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પશુપ્રેમીઓએ પીછો કરી એક લાખ 80 હજારના પશુઓ બચાવ્યાઅધેવાડા અને વાળુકડ નજીક કતલખાને ધકેલાઈ રહેલા ૨૩ પશુઓને પોલીસ અને જીવદયાપ્રેમીઓએ બચાવી લીધા હતા. વરતેજ પોલીસ અને જીવદયાપ્રેમીઓએ વાળુકડ-સીદસર રસ્તા પર ટ્રક નં. જીજે ૪૬ ઝેડ ૬૩૩૬માંથી સિપાહી જાહીદ ગફાર કુરેશી (રહે. સિહોર)ના કબજામાંથી ૧૨ ભેંસ મળી આવતા રૂ. ૧,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી જાહીદની ધરપકડ કરી હતી. જયારે અધેવાડા પાસેથી ટાટા સુમો નં. જીજે ૧૪ ૭૭૪૩ અને જીપ નં. જીજે ૬ધ્૨ ૮૮માંથી ઈરફાન હુસેન બાવનકા ( તળાજા), સજાન રફીક મેઘાણી ( કાછીયાવાડ) અને બચુ જમાલના કબજામાંથી ૧૧ પાડાઓ મળી આવતા તપાસ હાથ ધરી છે.