• Gujarati News
  • થાનગઢના પોલીસ અત્યાચાર પ્ર®ને ભુજમાં દલિતોએ કર્યા ચક્કાજામ

થાનગઢના પોલીસ અત્યાચાર પ્ર®ને ભુજમાં દલિતોએ કર્યા ચક્કાજામ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે એક માસ અગાઉ પોલીસ ફાયરિંગમાં જીવ ગુમાવનારા દલિત સમાજના ત્રણ નવયુવાનની હત્યા માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ધરપકડ સહિતના કડક પગલાં ભરવાની માગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુ. જાતિ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લામથકે જિલ્લા કોંગ્રેસ અનુ.જાતિ વિભાગ દ્વારા રાજ્ય સરકાર વિરોધી સૂત્રોચાર, રેલી સાથે ચક્કાજામ કર્યો હતો.
ભુજ ખાતે પણ ચક્કાજામ કરાતા પોલીસે દલિતોની અટકાયત કરી હતી. ભુજ ખાતે ડો. આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસ સમિતિ અનુ. જાતિ વિભાગના પ્રમુખ નરેશ મહેશ્ર્વરીની આગેવાની હેઠળ આયોજિત કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આગેવાનો, હોદ્દેદોરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજ.પ્રદેશ કોંગ્રેસ અનુ.જાતિ વિભાગના મહામંત્રી માવજીભાઇ મહેશ્ર્વરી નરેશ મહેશ્ર્વરીએ રાજ્ય સરકારને દલિત વિરોધી અને દલિત હત્યાકાંડની જવાબદાર ગણાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં દલિત વિરોધી માનસિકતા ધરાવતી સરકારને ઘરભેગી કરી થાનગઢના સ્વ.દલિત ભાઇઓને સાચી શ્રદ્ધાંજલિ આપવા દલિતોને અપીલ કરી હતી.
ડો. આંબેડકરની પ્રતિમા પાસે સૂત્રોચાર દ્વારા સરકારની દલિત નીતિનો વિરોધ કર્યા બાદ કોંગ્રેસના દલિત આગેવાનોએ રેલી સ્વરૂપે કલેકટર કચેરી પાસે જઇ માંડવી-નખત્રાણા તરફના જાહેર માર્ગ પર ચક્કાજામ કર્યા હતા. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તેજાભાઇ પરમાર, ધર્મેન્દ્ર ગોહિલ, અનુ.જાતિ વિભાગના પ્રદેશ ઉપપ્રમુખ દાનાભાઇ બડગા જિલ્લા પ્રવકતા રમેશ ગરવા અનુ.જાતિ વિભાગના તાલુકા પ્રમુખો અનીલ શેખવા, સાંયાભાઇ મહેશ્ર્વરી, મહેશ સોધમ, ગિરીશ ગોહિલ, રમેશ ચાવડા, મૂરજી પરમાર, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.