• Gujarati News
  • દસાડામાં રહેણાક મકાનમાં જુગાર રમતાં નવ ઝડપાયા

દસાડામાં રહેણાક મકાનમાં જુગાર રમતાં નવ ઝડપાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દસાડા પીએસઆઈ સહિતના પોલીસ કાફલાએ દસાડા ગામના એક રહેણાંક મકાનમાં રાત્રે દરોડો પાડÛો હતો. આ દરોડામાં જુગાર રમતા રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા ૫૮૮૫ના મુદ્દામાલ સાથે ઝબ્બે કર્યા હતાં.દસાડા ગામમાં શંખેશ્ર્વરીયા વાસમાં રહેતા દિલાવરખાન યુસુફભાઈ પોલાદીના રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતુ હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડÛો હતો.આ દોરાડમાં દિલાવરખાન યુસુફખાન, અબ્બાસ રસુલભાઈ કુરેશી, શાહરૂખખાન દિલાવરખાન પોલાદી, મમંદભાઈ કાસમભાઈ નાગોરી, અલ્લારખા ગગજીભાઇ ચૌહાણ, પ્રતાપ જેંસીગભાઈ ઠાકોર, સલીમ દિલાવરખાન પોલાદી, રૂકનુદિન અમીરભાઈ અને સિંકદર અકબરભાઈ જુગાર રમતા ઝડપાયા હતાં. આથી દસાડા પીએસઆઈ જે.પી.રોઝીયા સહિતના પોલીસ કાફલાએ રોકડ રૂ. ૩૩૮૫ અને રૂપિયા ૨૫૦૦ની કિંમતના
પાંચ મોબાઈલ મળી કુલ રૂપિયા ૫૮૮૫નો મુદ્દામાલ જ’ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.