• Gujarati News
  • દીકરાના ઝઘડાને લીધે માતા પર થયો પાઇપથી હુમલો

દીકરાના ઝઘડાને લીધે માતા પર થયો પાઇપથી હુમલો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના સુરલભીટ્ટ રોડ પર મેમણ કોલોનીમાં રહેતી પરિણીત યુવતી પર બે શખ્સે લોખંડના પાઇપ અને લાકડીથી હુમલો કરી તેને હાથ-પગમાં મૂઢ ઇજા કરી હતી. દીકરાના અગાઉના ઝઘડાને લીધે તેની માતાને માર મારવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રઝિયા ઇકબાલ મેમણ(૨૯) સોમવારે સાંજે ભુજિયા રિંગરોડ પર જતી હતી ત્યારે આરોપી સતાર સિદ્દીક મેમણ અને ફકલો સિદ્દીક મેમણ નામના શખ્સે તેને લોખંડના પાઇપ અને લાકડી મારીને હાથ-પગમાં મૂઢ ઇજા કરી હતી. બન્ને શખ્સે મહિલાના દીકરાના અગાઉના ઝઘડા બાબતનું મનદુ:ખ રાખીને આ હુમલો કર્યો હતો. સિટી પોલીસે બેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.