• Gujarati News
  • વરાછા કતારગામમાં ભિકત અને મસ્તી સાથે વિસર્જન

વરાછા-કતારગામમાં ભિકત અને મસ્તી સાથે વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા અને કતારગામ વિસ્તારમાં લોકોએ શનિવારે ભિકતમય બનીને ભાવપૂર્વક અને ડીજે તાલ પર મસ્તીમાં ઝૂમતા-ઝૂમતા શ્રીજીને વિદાય આપી હતી. દસ દિવસ સુધી બાપાની સેવા-ભિકત કરીને લોકોએ પ્રેમપૂર્વક બાપાનું વિસર્જન કયુંં હતું. આખો દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિમય માહોલમાં ગણેશવિસર્જન સંપન્ન થયું હતું. આકરા તાપની પરવા કર્યા વિના ગણેશભકતોએ પૂરા ઉત્સાહથી ‘ગણપતબિાપ્પા મોરિયા’ના નાદ સાથે અને ડીજેના તાલ સાથે શ્રીજીને વિદાય આપી હતી. બાળકો,મહિલાઓ-પુરુષોસહિત સમગ્ર વરાછા રોડ પર માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. દર વર્ષ કરતાં આ વર્ષે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં વિસર્જનયાત્રામાં ભાગ લીધો હતો. વરાછા, કતારગામ અને અમરોલીમાં કુલ ૮ જગ્યાથી ૮,૬૪૦ મૂતિgનું વિસર્જન કરાયું હતું.જેમાં સિદ્ધકુટીર ઓવારાથી ૩,૨૬૪, લંકાવજિય ઓવારાથી ૧,૯૦૬, રામજી ઓવારાથી ૧,૧૨૦, ઉતરાણ ઓવારાથી ૨૯૭, પાંચ પાંડવ ઓવારાથી ૩૮૯, મોટી વેડથી ૬૫૫, લાલાકાકાના ઓવારાથી ૫૪૪ અને વૈધ્યનાથ મહાદેવથી ૪૬૫ મૂતિgઓનું વિર્સજન કરાયું હતું.
અમરોલી પુલ પર ભારે
ભીડ જામી
અમરોલીના બંને બ્રજિ પર બંને તરફથી વિસર્જનયાત્રાઓ નીકળતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. આથી વાહનચાલકોને ખૂબ જ અગવડતાનો સામનો કરવો પડયો હતો. તંત્રની બેદરકારીના કારણે લોકોને પારાવાર હાલાકીનો ભોગ બનવું પડયું હતું. બે બ્રજિ પૈકી એક બ્રજિ વિસર્જનયાત્રા માટે અને એક બ્રજિ વાહનચાલકો માટે ખુલ્લો રાખવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ થઇ શકે એમ હતું, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા લોકોને આખો દિવસ ભારે ટ્રાફિકજામનો ભોગ બનવું પડયું હતું.
અબીલ-ગુલાલ સાથે ગણપતિની ભિકતના રંગમાં રંગાયા યુવાનો
અશિ્ર્વનીકુમાર સરસ્વતી સર્કલ પાસેથી પસાર થઈ રહેલું યુવાનોનું એક ગૃપ ઢોન નગારા સાથે અબીલ-ગુલાલની છોળો ઉડાડતા નીકળ્યા હતા. આ તમામ યુવાનો પગથી માથા સુધી રંગમાં રંગાયેલા હતા. બપોરના ધોમધખતા તાપમાં પણ તેઓનો ઉત્સાહ ચરમ સીમાએ હતો.
લંકાવજિય ઓવારાની બહાર ટ્રાફિક જામ
લંકાવજિય ઓવારા ખાતે અમરોલી અને કતારગામ વિસ્તારના ગણેશમંડળોની મોટી સંખ્યામાં મૂતિgઓ આ એક જ ઓવારે વિસર્જન કરતા હોવાથી ખૂબ જ ભીડ થાય છે.
કારના કાફલામાં શ્રીજીની સવારી
નાના વરાછાના એક ગૃપે બાપાને કાર પર બેસાડીને વિદાય આપી હતી. જેમાં ગણપતિની કારની આગળ-પાછળ ત્રણ-ત્રણ ગાડીઓએ પાયલટિંગ કયું હતું અને બાપાને શાન અને ઠાઠથી વિદાય આપી હતી.
મોટી મૂતિgઓની મનાઈ છતાં વિસર્જન
વરાછા કતારગામ વિસ્તારના તમામ ઓવારા પર મોટી મૂતિgઓનું વિસર્જન કરવાની મનાઈ હોવાં છતાં આ ઓવારાઓ પર ગણપતિની ઘણી મોટી મૂતિgઓ વિસર્જન માટે આવી હતી. પ્રસ્તુત તસવીર નાના વરાછા ખાતેના રામજી ઓવાર પરથી વિસર્જિત થઈ રહેલા ગણપતિની છે.
કાવડમાં ઉઠાવી આપી શ્રીજીને વિદાય
કતારગામ વિસ્તારના વિસ્તારના એક ગૃપે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીને કાવડમાં ઉઠાવીને વિદાય આપી હતી. પુષ્પોથી સજજ કાવડોમાં શ્રીજીને ઉંચકાવીને કતારગામના યુવાનોએ ભિકતભાવપૂર્વક શ્રીજીને વિદાય આપી હતી અને આવતા વર્ષે ફરી પધારવા પ્રાર્થના કરી હતી.
વરાછા રોડ પર માનવ મહેરામણ ઊમટÛો
વરાછા વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. જાણે કીડીયારું ઉભરાયું હોય તેમ ગણેશ ભકતો ઊમટી પડ્યા હતા. પસ્તુત તસવીરમાં ર્દશ્યમાન જેવી જ ભીડ બ્રજિની ઉપર પણ હતી.
મહિલાઓેએ માથા પર શ્રીજીને ઉઠાવ્યા
કતારગામમાં ગજેરા સર્કલ પાસે મહિલાઓએ શ્રીજીને ટોપલામાં માથા પર ઊંચકીને વિદાય આપી હતી. મહિલાઓ વારાફરતી ઉઠાવીને સિદ્ધિવિનાયકને વિસર્જન માટે લઇ ગઇ હતી. જેમાં યુવાનોએ ઢોલ-નગારોનો તાલ પણ આપ્યો હતો.
ધાતુના ગણપતિનું સ્નાન પ્રતિક વિસર્જન
રાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણી અને કતારગામમાં રહેતા મુકેશભાઇ ચોવટીયા અને તેમના કોમ્પલેક્ષના રહેવાસીઓએ શ્રીજીની પંચધાતુની મૂતિg બનાવીને સ્થાપના કરી હતી. આજે વિસર્જન સમયે તેઓએ માત્ર તાપીમાતાનો જલઅભિષેક કરીને પરત ઘરે લઇ ગયા હતા. આવતા વરસે ફરીથી આ શ્રીજીનું સ્થાપન કરવામાં આવશે. પયૉવરણને કોઇ પણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે શ્રીજીને વિદાય આપી હતી.
પૂજાપો લેવા કન્ટેઇનર મુકાયાં
ગણપતિ વિસર્જન માટે પાલિકાએ દર વર્ષની જેમ આ વખત પણ જરુરી તમામ વ્યવસ્થા કરી હતી, પરંતુ ખાસ વાત એ હતી કે પૂજાપો નદીમાં પધરાવાય તો નદીનું પ્રદૂષણ વધતુ હોવાથી પૂજાપો એકઠો કરવા માટે વરાછા-કતારગામના ઓવારાઓ પર અલગથી કન્ટેઇનર મૂકવામાં આવ્યા હતા.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરબત વિતરણ
વરાછા મેઇન રોડ પર આકરા તાપમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓએ આખો દિવસ ખડે પગે ઉભા રહીને ઉમદા કાર્ય કયું હતું. આ સંસ્થાઓએ રોડ પર સ્ટોલ ઉભા કરીને વિસર્જન માટે જતાં શ્રધ્ધાળુઓને શરબત, ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિનામૂલ્યે વિતરણ કયું હતું.