• Gujarati News
  • રાણાવાવમાં પાગલે પોતાના ભાભુનું માથું ફોડી હત્યા કરી

રાણાવાવમાં પાગલે પોતાના ભાભુનું માથું ફોડી હત્યા કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જીલ્લાના રાણાવાવ ગામે ગત મોડી રાત્રીના એક પાગલ યુવાને પોતાના મોટી માં ની ઘાતકી હત્યા નપિજાવી દેતા ચકચાર મચી જવા પામી હતી. મોડી રાત્રીના થયેલા બનાવને લઈને દેકારો મચી જતા પોલીસ પણ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગેની પ્રાપ્ત વગિત મુજબ રાણાવાવ ગામે બાલકૃષ્ણ હવેલી નજીક આવેલ વાછરાડાડાના મંદિર પાસે રહેતા કાનીબેન ધાનાભાઈ સિંધલ (ઉ.વ. ૯૦) નામના વૃધ્ધાને રાત્રીના પોતાના પાૈત્ર બુધા ચના સિંધલ સાથે સુઈ જવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેને લઈને ઉશ્કેરાયેલા માનસિક રીતે અસ્થિર એવા બુધા ચના સિંધલે નજીકના વાછરા ડાડા મંદિરમાં પડેલા પથ્થરના ઘોડાને ઉપાડીને તેના મોટી માં કાનીબેનના માથામાં ઝીંકી દેતા સ્થળ ઉપર જ કાનીબેનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.
આ અંગેની જાણ થતા આસપાસના લોકો પણ એકત્રીત થઈ ગયા હતા અને રાણાવાવ તથા પોરબંદર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. માનસિક રીતે અસ્થિર આરોપી પોતાની મોટી માં ની હત્યા નપિજાવી ઘટનાસ્થળે જ મોજુદ હતો. દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી જતા પોલીસે આરોપીને મહામહેનતે ઝડપી લીધો હતો. આરોપી બુધા ચના સિંધલની પાગલ અવસ્થા હોય પોલીસે તાત્કાલીક અસરથી આરોપીને જેલ હવાલે કર્યો હતો.