• Gujarati News
  • પલ્સર બાઈક પર આવેલા શખ્સો બેગ આંચકી ગયા

પલ્સર બાઈક પર આવેલા શખ્સો બેગ આંચકી ગયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરિયા પાસેની દીવાન બલ્લુભાઇ શાળા પાસે એક શખ્સ પાસેથી રૂ. ૬ લાખ ૫૦ હજારની રોકડ ભરેલી બેગની ચીલઝડપ થવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે.આ સમગ્ર ઘટના નજીકની એક ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
કાગડાપીઠ પોલીસની હદમાં પીડી ટાવરમાં એએસ મોટર્સ ફાઇનાન્સ નામની ઓફિસમાં કામ કરતો મનીષ ખત્રી શુક્રવારે બપોરે ઘંટાકર્ણ માર્કેટમાં એચડીએફસી બેંકમાંથી રૂ.૬.૫૦ લાખ ઉપાડવા ગયો હતો.મનીષે બેંકમાંથી રૂ. ૬.૫૦ લાખ ઉપાડીને બેગમાં મૂકયા હતા. રૂપિયા ભરેલી બેગ ઓફિસે પહોંચાડવા તે આ બેગ એિકટવામાં મૂકીને ઓફિસ તરફ રવાના થયો હતો.પીડી કોમ્પ્લેકસ પાસે મનીષે તેનું એકિટવા ઉભું રાખીને રૂપિયા ભરેલી બેગ કાઢી રહ્યો હતો ત્યારે એક પલ્સર બાઇક પર હેલ્મેટ પહેરલા બે શખ્સો તેની નજીક આવ્યા હતા અને રૂપિયા ભરેલી બેગ ઝૂંટવીને ખોખરા તરફ નાસી છુટયા હતા.આ ઘટનાની જાણ થતા કાગડાપીઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.પોલીસે તપાસ કરતા માલુમ પડÛંુ હતું કે નજીકની એક ઓફિસમાં આવેલા સીસીટીવી કેમેરામાં આ લૂંટની તમામ બાબતો રેકોર્ડ થઇ ગઇ છે.સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે બેગ ઝૂંટવીને ભાગનાર શખ્સો જે બાઇક લઇને આવ્યા હતા તે બાઇકની નંબર પ્લેટ કોરી હતી.હાલ આ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.