• Gujarati News
  • રઝાક સોપારીએ ત્રણ શખ્સોને લમધાયૉ

રઝાક સોપારીએ ત્રણ શખ્સોને લમધાયૉ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં પંચવટી વિસ્તારમાં કુખ્યાત શખ્સ સહિતના નવ શખ્સોએ સામાન્ય બાબતે સશસ્ત્ર હુમલો કરી ત્રણ યુવાનોને ઇજા પહોંચાડયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે નાશી છુટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં પંચવટી વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીમાં એનસીસી ઓફીસ સામે રહેતાં ઓસમાણ હારૂન ભટ્ટી નામના યુવાન પર તા.૨૮મીના રાત્રે ૧૧-૩૦ વાગ્યે અબ્દુલ ઉફેઁ અભલ કાસમ બુચડ, અસગર ઉફેઁ ભુરો કાસમ, રજાક ઉફેઁ સોપારી દાઉદ ચાવડા, હાજી દાઉદ ચાવડા, હુશેન દાઉદ ચાવડા, સાદીક અબ્દુલ બુચડ, જુનુસ અબ્દુલ બુચડ, ઇરફાન અબ્દુલ બુચડ અને હમીદ ગની નામના શખ્સોએ છરી, પાઇપ, ધોકા અને બેટ જેવા હથિયારોથી હુમલો કર્યો હતો.
જેમાં ઓસમાણ પર થયેલા હુમલાના પગલે જુસફ ભટ્ટી તથા કાસમ હારૂન ભટ્ટી અને રજાક કાસમ ચાવડા નામના શખ્સો છોડાવવા વચ્ચે પડયા હતાં. પરંતુ નવેય શખ્સોએ ચારેયને માર મારી ઓછી-વધતી ઇજા પહોંચાડી નાશી છુટયા હતાં.
આ અંગે ઓસમાણભાઇએ કુખ્યાત રજાક સોપારી સહિતના નવેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.