• Gujarati News
  • જામનગરમાં વધુ એક બંધ મકાનને નશિાન બનાવતા ચોર

જામનગરમાં વધુ એક બંધ મકાનને નશિાન બનાવતા ચોર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં દલિતનગરમાં બંધ રહેલા મકાનને નશિાન બનાવી ખાબકેલા તસ્કરોએ રૂ.૧૦ હજારની કિંમતનો સામાન ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાઇ છે.
જામનગરના સીટી-બી ડિવીઝન પોલીસ દફતર હેઠળના વિસ્તારમાં વધુ એક ઘરફોડ ચોરી પ્રકાશમાં આવી છે. હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા દલીતનગરમાં ખુલ્લા ફાટક નજીક રહેતાં માધાભાઇ કારાભાઇ બગડા નામના દલિત યુવાન તા.૨૭ના રોજ પોતાના મકાનને તાળા મારી પરિવાર સાથે બહારગામ ગયા હતાં.
દરમિયાન બંધ રહેલા મકાનનો નકુચો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને એક ટીવી, પાંચ કાચની થાળીઓ, સ્ટીલની પેટીમાં રાખેલ રૂ.૫૮૦૦ની રોકડ તથા પાંચ સાડીઓ સહિત રૂ.૯૬૦૦નો મુદામાલ ચોરી કરી ગયા હતાં.
બહારગામથી આવ્યા બાદ આ ઘટનાની જાણ થતાં માધાભાઇએ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ મોટરસાઇકલ ઉઠાંતરીનો વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. જેમાં પ્રકાશ બાલચંદ નામના વેપારીએ ગત તા.૨૬મીના રાત્રે જયમાતાજી હોટલ પાછળ, તળાવની પાળ પાસે રોડ પર પાર્ક કરેલ મોટરસાઇકલ કોઇ શખ્સો હંકારી ગયા હતાં. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજી તરફ જોડિયાના કોયલી (રામગઢ) ગામે ગત તા.૨૮મીના રાત્રે ત્રણેક વાગ્યે પોતાના ઘરમાં અવાજ આવતાં વાઘજીભાઇ લાલજીભાઇ પનારા (ઉ.વ.૭૦) જાગી ગયા હતાં. ચોરી કરવાના ઇરાદે ત્રણ શખ્સો મકાનની અંદર ઘૂસી ગયા હોવાનું જણાતા વૃધ્ધે ત્રણેયને પડકાયૉ હતાં.
જેથી પડકાઇ જવાની બીકે ઘરમાં પડેલી ચીજવસ્તુઓ વૃધ્ધ તરફ ઘા કરી નાશી છુટયા હતાં. જેમાં વૃધ્ધને માથાના ભાગે ઇજા થવા પામી હતી. મધરાત્રે વૃધ્ધે બુમાબુમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને તેઓને મોરબી હોસ્પિટલ ખસેડયા હતાં. સિમેન્ટના પતરાવાળી બારી તોડી અંદર ઘુસેલા તસ્કરોએ કરેલા હુમલા અંગે વૃધ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
જ્યારે લાલપુરના મેમાણા ગામે ભીખાભાઇ ગોગાભાઇ ઝાપડા નામના ભરવાડ યુવાન પર ગાંડા ફોગા તથા તેના ત્રણ ભાઇઓ વિશા, હકા અને મેઘાએ લાકડીઓ વડે હુમલો કરી હાથ, ખંભા અને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ બનાવની ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર જિલ્લામાં તહેવારો ટાણે જ સક્રિય થયેલા તસ્કરોએ પોલીસ માટે પડકાર ઉભો કર્યો છે ત્યારે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.