• Gujarati News
  • મોરબીમાં ટ્રક છોટાહાથી વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીમાં ટ્રક-છોટાહાથી વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં ઘૂંટંુ રોડ પર ટ્રકે અડફેટે લેતા છોટાહાથીના ચાલક મુસ્લિમ યુવાનનું મોત નીપજયું હતું. તેમજ ગોંડલના કોળી યુવાને અગિ્નસ્નાન કરી જીવનનો અંત આણી લીધો હતો.
મોરબીમાં ઘૂંટું રોડ પર રહેતો ફિરોઝ મુસ્તુફાભાઇ સોલંકી (ઉ.વ.૩૨) શુક્રવારે સાંજે પોતાની છોટાહાથી ચલાવીને ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે ઘૂંટું ચાર રસ્તા પાસે ધસી આવેલી ટ્રકે છોટાહાથીને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ફિરોઝને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નીપજયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર ફિરોઝ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો હતો. બનાવથી મુસ્લિમ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
અન્ય એક બનાવમાં ગોંડલમાં વિôલવાડી પાસે રહેતા કોળી યુવાન રાજુ વાલજીભાઇ સાકરિયા (ઉ.વ.૨૨)એ પોતાના ઘરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર ભાઇમાં નાનો રાજુ મજૂરી કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. માનસિક બીમારીથી કંટાળી તેણે પગલું ભરી લીધું હતું.