• Gujarati News
  • જામનગરમાં ૨૦ ટવેન્ટી મેચ પર સટ્ટો લેતાં બે ઝડપાયા

જામનગરમાં ૨૦-ટવેન્ટી મેચ પર સટ્ટો લેતાં બે ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીલંકામાં રમાઇ રહેલા ૨૦-ટવેન્ટી ક્રિકેટ ટુનૉમેન્ટની ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં જામનગરમાં કેટલાક શખ્સો રનફેરનો જુગાર રમાડી સટ્ટો લેતા હોવાનું સીટી-બી ડિવીઝન પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે નહેરના કાંઠા નજીક દરોડો પાડયો હતો. જયાં ટેલિવઝિન પર આવતાં મેચના જીવંત પ્રસારણ નહિાળી રનફેરનો સટ્ટો લેતાં ફીરોઝ સકિંદર બ્લોચ, ફારૂક બોદુ મકરાણી નામના બે શખ્સોને પોલીસે રૂ.૫૨૧૦ની રોકડ, બોલપેનથી લખેલી સ્લીપો સાથે પકડી પાડયા હતાં. પોલીસના દરોડાના પગલે સોહીલ ઇબ્રાહીમ બ્લોચ નામનો શખ્સ નાશી છુટયો હતો. પોલીસે પકડાયેલા બન્ને શખ્સો સહિત ત્રણેય સામે ગુન્હો નોંધી નાશી છુટેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.