• Gujarati News
  • પાનવામાં વીજ જોડાણ કાપવા ગયેલા કર્મી ઉપર ધારિયા વડે હુમલો

પાનવામાં વીજ જોડાણ કાપવા ગયેલા કર્મી ઉપર ધારિયા વડે હુમલો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાટડી
દસાડા પીજીવીસીએલના વીજકર્મી શનિવારે વીજકનેકશન કાપવા પાનવા ગામે ગયા હતાં ત્યારે આવેશમાં આવેલા એક શખ્સે વીજકર્મીને થાંભલા પરથી નીચે પાડી દઇ ધારિયા વડે હુમલો કર્યો હતો.આ બનાવમાં વીજકર્મીને ગંભીર હાલતમાં સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો.
દસાડા પીજીવીસીએલ કચેરીમાં કામ કરતા વીજકર્મી રમેશભાઈ માનાભાઈ ડામોર વીજબિલના બાકી લેણા માટે ૨૭ લોકોના વીજકનેકશન કાપવાનું લસ્ટિ લઇને પાનવા ગામે ગયા હતાં ત્યારે અજમલભાઈ મગનભાઈ વિરમગામાનું વીજકનેકશન કાપવા થાંભલા ઉપર ચઢયા હતાં ત્યારે ઉશ્કેરાઇ જઇ વજુભાઈ મગનભાઈએ થાંભલા પર ચઢીને ધારિયા વડે હુમલો કર્યો હતો.આથી ગંભીર હાલતમાં રમેશભાઈને સારવાર અર્થે શંખેશ્ર્વર લઇ જવાયા હતાં.આ અંગે દસાડા પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર નિનામાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.