• Gujarati News
  • લીંબડી નેશનલ હાઇવે પર ડમ્પરે બે વ્યક્તિને કચડી માયૉ

લીંબડી નેશનલ હાઇવે પર ડમ્પરે બે વ્યક્તિને કચડી માયૉ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.લીંબડી
લીંબડી નેશનલ હાઇવે પર ડમ્પર અડફેટે વાહનથી મોતના બનાવો હવે સામાન્ય બન્યા છે. રેલવે બ્રજિ પાસે મિનસ્ટિિ^લ પ્લાન્ટ તરફ જઇ રહેલા બે કર્મચારીને ડમ્પરે અડફેટે લીધા હતાં. આ બનાવમાં બંને વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભયૉ મોત થયા હતાં. આ બનાવ સંદર્ભે લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરો બેફામ બનતા અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. નેશનલ હાઇવે પર પૂરપાટ દોડતા ડમ્પરો મુસાફરોને કાળનો કોિળયો બનાવી રહ્યાં છે ત્યારે લીંબડી હાઇવે પર પૂરપાટ દોડતા ડમ્પરે બે વ્યક્તિને અડફેટે લઇને મોત નીપજાવ્યું છે.
લીંબડી શક્તિ સોસાયટી પાસે રહેતા શંકરભાઈ મથુરભાઈ મેટાલિયા, તેમજ શેરસિંહ મકનસિંહ પાલ (ઉત્તરપ્રદેશ) ગત રાત્રે લીંબડી નેશનલ હાઇવે પર ફેકટરી બહાર ઊભા હતાં. આ દરમિયાન લીંબડી
તરફથી પૂરપાટ ગતિએ દોડી આવતા જી.જે.૧૮એયુ-૮૩૫૬ નંબરનાં ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ઉભેલા આ બંને શખ્સો પર ડમ્પર ચડાવી દઇ ડમ્પર રોડની સાઇડમાં ઉતારી દીધGુ હતું.
આથી શંકરભાઈ મથુરભાઈ મેટાલિયા તથા શેરસિંગ પાલને ગંભીર હાલતમાં ૧૦૮ મારફતે લીંબડી સિવિલમાં તાત્કાલીક સારવારમાં ખસેડાયા હતાં. જયાં સારવાર મળે તે પહેલા જ બંને ઇજાગ્રસ્તોના કમકમાટીભયૉ મોત થયા હતાં.
આ બનાવ સંદર્ભે
નથુભાઈ કલાભાઈ વાઘરોડીયાએ ડમ્પર ચાલક વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી લીંબડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ઇસરાની ચલાવી રહ્યાં છે.