• Gujarati News
  • ડબલ ડેકર, ઉધના વારાણસીમાં ઇમરજન્સી કવોટા ના અપાયો

ડબલ ડેકર, ઉધના-વારાણસીમાં ઇમરજન્સી કવોટા ના અપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત સાથે વેસ્ટર્ન રેલવે અને દેશના રેલવે મંત્રાલય દ્વારા હળાહળ અન્યાય કરવાનું વલણ યથાવત છે. સુરતથી ઉપડતી ઉધના- વારાણસી અને એસી ડબલ ડેકર ટ્રેનમાં એક પણ ઇમરજન્સી કવોટા ફળવાયો નથી.ઉલ્લેખનીય છે કે એસી ડબલ ડેકર ટ્રેનમાં બરોડા અને સુરતને પ્રાધાન્યતા એક સરખી અપાઇ છે. ત્યારે સુરતને એક પણ ઇમરજન્સી ટીકીટનો કવોટા ફળવાયો નથી. ઇમરજન્સી કવોટા શહેરની વીઆઇપી કેટેગરીમાં સમાવિષ્ટ લોકો તથા અસાધારણ પરિસ્થિતિમાં માંદગીગ્રસ્ત દર્દી કે પછી કોઇ અન્ય કારણસર ટ્રેનમાં જવા માંગતા લોકો માટે ઇમરજન્સી કવોટાની અલાયદી સવલત હોય છે.