• Gujarati News
  • ઉગતની પીપી સવાણીમાં વર્ગો બંધ કરવા નોટીસ

ઉગતની પીપી સવાણીમાં વર્ગો બંધ કરવા નોટીસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પી.પી.સવાણી પ્રાથમિક શાળા છેલ્લા પાંચ મહિનાથી અડાજણ-ઉગત રોડ પર ચાલે છે. આ સ્કુલમાં ૬૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કુલને ટેકનિકલ કારણોસર શિક્ષણાધિકારીની પરવાનગી મળી ન હતી. જેથી શાળાએ મંજુરી માટે રાજ્યકક્ષાએ અપીલ કરી હતી. પરંતુ મંજુરીની ઔપચારિકતા બાકી હોવાથી ગુરૂવારે ડી.ઇ.ઓ.એ આ શાળાને તાકીદે ૫ દિવસમાં બંધ કરવા અને ૧લાખ રૂપિયાનો દંડ ફટકારતી નોટીસ પાઠવી છે. ડીઇઓ દિનેશ પટેલના જણાવ્યા અનુસાર જો સ્કુલ બંધ નહી કરવામાં આવે તો રોજનાં ૧૦ હજાર લેખે દંડ વસૂલવામાં આવશે. પરંતુ જયાં સુધી આ અપીલનો નિર્ણય નહી આવે ત્યાં સુધી સ્કુલ બંધ નહી થાય.
બીજી બાજુ શાળા સંચાલક મહેશ સવાણીએ કહ્યું કે શાળાની મંજુરી માટેનાં દસ્તાવેજોમાં એક ભૂલ રહી જતાં મંજુરી અપાઇ ન હતી. જે અંગેની અપીલ રાજ્યકક્ષાએ પેન્ડીંગ છે. હવે જ્યારે ઉપરથી તારીખ મળે ત્યારે જ ત્યારે જ કાર્યવાહી થશે.