• Gujarati News
  • બે વૃદ્ધોએ તાપીમાં ઝંપલાવ્યું, ૧નું મોત

બે વૃદ્ધોએ તાપીમાં ઝંપલાવ્યું, ૧નું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં બ્રજિ ઉપરથી ઝંપલાવવાના જુદા-જુદા બે બનાવમા ગલેમંડી મોટી શેરીના વૃદ્ધે મગદલ્લા બ્રજિ પરથી કૂદકો માર્યો હતો તેમની લાશ એબીજી શપિયાર્ડ પાસે નદીના પાણીમાંથી મળી આવી હતી તથા મોરાભાગળના વૃદ્ધે ડભોલી બ્રજિ પરથી કૂદકો માર્યો હતો તેમને નાવડીવાળાઓએ હેમખેમ બહાર કાઢી બચાવી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મગદલ્લા ઓએનજીસી બ્રજિ નીચે એબીજી શપિયાર્ડ પાસે તાપી નદીના પાણીમાંથી અજાણ્યા વૃદ્ધની ગુરુવારે સવારે લાશ મળી આવી હતી. લાશને ફાયરબ્રિગેડે બહાર કાઢીને કબ્જો ઈચ્છાપોર પોલીસને સોંપ્યો હતો. તેના પીએમ માટે લાશને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. ત્યાં વૃદ્ધ જીતેન્દ્રભાઈ રતીલાલ જરીવાલા (૬૧), (રહે-ગલેમંડી મોટી શેરી) હોવાની ઓળખ થઈ હતી. જીતેન્દ્રભાઈ નિવૃત્ત હતા. તેમની પત્ની સાથે દંપતી એકલા જ રહેતા હતા.
ડભોલી બ્રજિ પરથી વૃદ્ધે ઝંપલાવ્યું, પણ ઊગરી ગયા
મોરાભાગળ ઉગત નહેર પાસેના સંકલ્પ રો-હાઉસ ખાતે રહેતા ૭૨ વર્ષીય હિતેન્દ્ર છોટુભાઈ મિસ્ત્રીએ બુધવારે સાંજના સુમારે ડભોલી-જહાંગીરપુરાને જોડતા બ્રજિ ઉપરથી તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે નદીમાં નાવડીવાળા જોતાં તેમને બહાર કાઢી સારવાર માટે ૧૦૮માં સિવિલ હોસ્પિટલના જે-૩ વોર્ડમાં ખસેડાયા હતા. તેમણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે તેમના પુત્ર જીજ્ઞેશે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
પુત્ર અમેરિકામાં રહે છે
પીએસઆઈ વણકરના જણાવ્યા મુજબ જીતેન્દ્રભાઈનો એકનો એક પુત્ર છેલ્લાં સાત વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો છે. જ્યારે વૃદ્ધ દંપતી એકલું ગલેમંડીમાં રહે છે. જીતેન્દ્રભાઈ નિવૃત્ત જીવન જીવતા હતા. તેમને તાપી નદીમાં કૂદતા કોઈએ જોયા નથી. જોકે તેમની મોપેડ બ્રજિ પરથી મળી આવ્યું છે અને તેઓ બુધવાર સાંજથી લાપત્તા હતા.