• Gujarati News
  • કોલેજોમાં જીએસના ઇલેકશનના બદલે સિલેકશન સામે વિરોધ

કોલેજોમાં જીએસના ઇલેકશનના બદલે સિલેકશન સામે વિરોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદ યુનિ.ની કોલેજોમાં હાલમાં સી.આર. અને એલ.આર.નાં ફોર્મ ભરવા શરૂ થઇ ગયાં છે. ત્યારે ગુરુવારે એન.એસ.યુ.આઇ.એ અમુક કોલેજોમાં ઇલેકશન થતા જ નથી અને સ્ટુડન્ટ યુનિયનના નિયમોનું પાલન કરો જેવા મુદ્દા સાથે યુનિ.ના રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
એનએસયુઆઇનું કહેવું હતું કે ફોર્મ ભરવામાં કોલેજો સ્ટુડન્ટ યુનિયનના નિયમ ૪ (૩) જેમાં સી.આર. અને એલ.આર.નાં ફોર્મની ચકાસણી સમયે ૭૫ ટકા ઉમેદવારોની હાજરીમાં થવી જોઇએ તેવી જોગવાઇ છે તેનું પાલન થતુ નથી. એમ.ટી.બી. કોલેજમાં ગુરુવારે ફોર્મની ગણતરી થવાની હતી. પરંતુ મોટા ભાગના ઉમેદવારો હાજર ન હોવા છતાં ચકાસણી શરૂ કરી દેવાની હોય વિદ્યાર્થીઓએ આનો વિરોધ કરીને બંધારણની ધારા ૪(૩)નો અમલ કરવા બાબતે યુનિ. ખાતે જઈ રજિસ્ટ્રારને પણ આ આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઇલેકશન જ થવું જોઈએ
^ જી.એસ.ના ઇલેકશન માટે યુનિવસિeટીનાં નિદeેશ હોવા છતાં શહેરની અમુક કોલેજો આ નિદeેશનું પાલન નથી કરતી.
ભાવેશ રબારી, પ્રભારી, એનએસયુઆઇ
અધિકારોનું હનન છે
^ સિલેકશન વિદ્યાર્થીઓના ડેમોક્રેટિક રાઇટ્સનું હનન છે. આવું જો કોઇ કોલેજમાં થતું હોય તેવું ધ્યાનમાં આવશે તો અમે તેનો ચોક્કસ વિરોધ કરીશું.
કમલેશ બચ્છાવા, શહેર પ્રમુખ, એ.બી.વી.પી.