• Gujarati News
  • રિના બત્રા આપઘાત કેસમાં તેજસની અટક

રિના બત્રા આપઘાત કેસમાં તેજસની અટક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલેજીયન રિના બત્રા આપઘાત દૂષપ્રેરણાના ચકચારીત પ્રકરણમાં રાંદેર પોલીસે પ્રેમી તેજસ દેવરિયા અને દિવ્યા સોસા સામે બે દિવસ અગાઉ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ગુરુવારે તેજસની અટક કરી જેલ હવાલે કર્યો હતો તો દિવ્યાને વોન્ટેડ જાહેર કરી છે.
રિના બત્રાએ તેના પ્રેમી તેજસ અને દિવ્યા સોસાના ત્રાસને લીધે મક્કાઈ પુલ પરથી કૂદકો મારી આપઘાત કરવો પડ્યો હતો. તેજસ દેવરિયા સાથે તેના પ્રેમ લગ્નની તૈયારીઓ ચાલતી હતી ત્યારે તેજસે દિવ્યા સાથે લફરું કરી રિનાને છેતરતો રહ્યો હતો. તો દિવ્યા પણ રિનાને એસએમએસ કરી પરેશાન કરતી હતી. રાંદેર પોલીસે આખરે તેજસ અને દિવ્યા વિરુધ્ધ દૂષપ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગુરુવારે સાંજે તેજસની અટક કરી જેલ હવાલે કર્યો હતો તો નવસારી બજાર મલેકવાડી રહેતી દિવ્યા સોસાની અટક કરવા જતા તે મળી ન હતી તેથી વોન્ટેડ જાહેર કરાઈ છે.