• Gujarati News
  • રાજકોટમાં શનિવારથી ચેલેન્જર ટ્રોફી

રાજકોટમાં શનિવારથી ચેલેન્જર ટ્રોફી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના નવનિર્મિત ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી શનિવારથી બીસીસીઆઇ દ્વારા એન.કે.પી. સાલ્વે ચેલેન્જર વન ડે ટ્રોફીનો પ્રારંભ થઇ રહ્યો છે. ચાર દિવસ ચાલનારી આ ટૂનૉમેન્ટમાં ભારત એ, ભારત બી અને આ વર્ષની વજિય હજારે વન ડે ચેમ્પિયન બંગાળની ટીમ ભાગ લઇ રહી છે. તમામ મેચ ડે એન્ડ નાઇટમાં રમાશે. તમામ મેચ બપોરે અઢી વાગ્યે શરૂ થશે. ટુનૉમેન્ટમાં ચેતેશ્ર્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, યુસુફ પઠાણ, મુનાફ પટેલ જેવા સ્ટાર ખેલાડીઓ રમી રહ્યાં છે. તા.૨ના રોજ ટૂનૉમેન્ટનો ફાઇનલ મેચ રમાશે.
કઇ ટીમ કયારે રમશે
તા.૨૯ શનિવારે પ્રથમ મેચ વેસ્ટ બંગાળ અને ભારત-એ ટીમ વચ્ચે, તા.૩૦ રવિવારે બીજો મેચ ભારત-એ અને ભારત-બી ટીમ વચ્ચે, તા.૧ સોમવારે ત્રીજો મેચ વેસ્ટ બંગાળ અને ભારત-બી ટીમ વચ્ચે, જ્યારે તા.૨મંગળવારના રોજ ફાઇનલ મેચ રમાશે.