• Gujarati News
  • લૂંટના ઇરાદે વેપારી બંધુને છુરી હુલાવનાર ૬ લુખ્ખા ઓળખાયા

લૂંટના ઇરાદે વેપારી બંધુને છુરી હુલાવનાર ૬ લુખ્ખા ઓળખાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંકશન વિસ્તારમાં ગત તા.૧૮ની રાતે એિકટવા સ્કૂટર ઉપર પસાર થઇ રહેલા સિંધી વેપારી બંધુને લૂંટના ઇરાદે આંતરીને છરીથી હુમલો કરનાર લુખ્ખા ટોળકીના છ સભ્યની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી અન્યની શોધખોળ શરૂ કરી છે.
જંકશન પ્લોટમાં રહેતા અને દાણાપીઠમાં ગુરુનાનક કોસ્મેટિક નામથી વેપાર કરતા હરેશ અરજણભાઇ સિંધી અને તેના ભાઇ પ્રેમ સિંધી ૧૮ તારીખની રાતે પોણા દસ વાગ્યાના અરસામાં દુકાન વધાવીને એિકટવા ઉપર બનેવીના ઘરે જઇ રહ્યા હતા. શાસ્ત્રીનગર પાસે પહોંચ્યા ત્યારે બે બાઇકમાં આવેલા છ લુખ્ખાએ લૂંટના ઇરાદે બન્નેની આંખમાં મરચાંની ભૂકી છાંટી હતી. લુખ્ખાઓએ સ્કૂટર લૂંટી જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વકરાના ૪૫ હજાર રૂપિયા સ્કૂટરની ડીકીમાં હોવાથી વેપારી હરેશે સ્કૂટર પકડી રાખ્યું હતું અને પ્રેમે મદદ માટે બૂમાબૂમ કરતા આરોપીઓ હરેશના સાથળમાં છરીનો ઘા મારીને નાસી ગયા હતા.
દરમિયાન, ઉપરોકત લૂંટમાં પોપટપરામાં રહેતા ઇિમ્તયાઝ અયુબભાઇ જામ અને વસીમ
ઉફેઁ મોહસીન સલીમભાઇ કુરેશી અને તેના મળતિયાની સંડોવણી હોવાની માહિતી મળતા ફોજદાર મૂછાલ, સહાયક કરસનભાઇએ બન્નેની અટકાયત કરી હતી.
આકરી પૂછતાછમાં ભાંગી પડેલા બન્ને શખ્સે લૂંટના પ્રયાસની કબૂલાત આપી હતી. લૂંટમાં
તેમની સાથે શાહરૂખ, અફઝલ, હુશેન અને બિટ્ટુ રજપૂત સામેલ હોવાની કબૂલાત આપતા એ ચારેયની શોધખોળ ચાલુ છે.