• Gujarati News
  • ઘરફોડ ચોરી કરતી ટોળકી ઝડપાઈ

ઘરફોડ ચોરી કરતી ટોળકી ઝડપાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી પોલીસ કોિમ્બગ નાઈટના રાઉન્ડ ઉપર હતાં ત્યારે પોલીસે ચાર સગીર અને બે યુવાનોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતાં. તેમની પૂછપરછ દરમિયાન આ બંને આરોપીએ ગત અઠવાડિયા દરમિયાન બારડોલીમાં થયેલી ઘરફોડ ચોરીના ગુના કબૂલ્યા હતાં. પોલીસે આરોપી પાસેથી ૫૦ હજાર રોકડા અને ૭૪ હજારની સોનાની ઘડિયાળ મળી ૧.૩૦ લાખનો મુદ્દામાલ અને ચોરીના કામમાં વપરાતા ટોમી, સ્ક્રુ ડ્રાઈવર બેટરી સહિતના અન્ય મુદ્દામાલ પણ કબજે લીધો હતો. પોલીસે સલીમ શેખ (બારડોલી), યુસુફ અસલમ શેખ સહિત ૬ જણની ધરપકડ કરી હતી અને ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કર્યા હતા.