• Gujarati News
  • કલાર્કની ભરતી : લેખિત પરીક્ષા પછી ટાઈપિંગ ટેસ્ટમાં છટણી

કલાર્કની ભરતી : લેખિત પરીક્ષા પછી ટાઈપિંગ ટેસ્ટમાં છટણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકામાં વિવાદ વચ્ચે ત્રીજી શ્રેણીના કલાર્કની ભરતીમાં ૩૦૦ જગ્યા માટે આવેલી ૨૭હજાર અરજીઓમાંથી પાલિકાના તંત્રે ૫૫ ટકાથી વધારે માર્ક્સ સાથે ગ્રેજયુએટ થયેલાં ૧૩૦૦ ઉમેદવારોની લેખિત પરિક્ષા લીધી હતી. પરિક્ષાના પરિણામને બુધવારે સાંજે જાહેર કરાયું હતું. તેમાં ૧૩૦૦માંથી ૬૨૭ ઉમેદવારો પાસ જાહેર થયાં હતાં. જોકે, હવે આ ઉમેદવારોની હવે ટાઈપિંગ ટેસ્ટ લઈને છટણી કરવાનું ગુરુવારે નક્કી કરાયું હતું. આનેલીધે કોઈ નવો વિવાદ થાય તેવા ભણકારા વાગ્યા છે.