• Gujarati News
  • સર્વોદય કોમ્પ્લેકસમાં ગેરકાયદે મોબાઇલ ટાવરથી જોખમ

સર્વોદય કોમ્પ્લેકસમાં ગેરકાયદે મોબાઇલ ટાવરથી જોખમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા સર્વોદય કોમ્પલેકસમાં ગેરકાયદે મોબાઇલ ટાવરથી રહેવાસીઓ પર જોખમ ઝળુંબી રહયું છે. આ અંગે સોસાયટીના સભાસદોએ અનેક વખત કરેલી રજૂઆતો મનપા દ્વારા ઉલાિળયો કરવામાં આવ્યો છે.
શહેરમાં કૃષ્ણનગર મેઇન રોડ, બડૉઇ બ્રાહ્નણ બોડ¾ગ સામેની શેરીમાં આવેલી સર્વોદય કો.ઓ. હાઉસીંગ સોસાયટીના સભ્યોએ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું છે કે, બ્લોક નં.૧૧-સીમાં આવેલા સર્વોદય કોમ્પલેકસમાં ગેરકાયદે મોબાઇલ ટાવર ઉભો કરવામાં આવ્યો છે. આ તબકકે મનપામાં તપાસ કરતાં કંપનીએ સંબંધિત વિભાગની મંજૂરી લીધી નથી. આટલું જ નહીં સોસાયટીની પણ નિયમ મુજબ પરવાનગી લેવામાં આવી નથી.
આથી મોબાઇલ ટાવર દુર કરવા ગત તા.૯-૧૧-૧૧ના મનપાના કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઇ પગલાં લેવામાં ન આવતા માહિતી અધિનિયમન હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જે અંગે કાયદેસર મોબાઇલ ટાવર અન્વયે હાલ સરકાર અને મોબાઇલ કંપનીઓ વચ્ચે હાઇકોર્ટમાં મેટર ચાલી રહી હોય તે અંગે નિર્ણય આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. પરંતુ ગેરકાયદે મોબાઇલ ટાવરથી રહેવાસીઓના આરોગ્યને નુકશાન થઇ રહયું છે અને જોખમ પણ ઝળુંબી રહયું છે. માટે આ ગેરકાયદે મોબાઇલ ટાવર તાકીદે દુર કરવા સોસાયટીએ માંગણી કરી છે.