• Gujarati News
  • હળવદમાં પાંચ ગાયના મોત

હળવદમાં પાંચ ગાયના મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.હળવદ
હળવદ શહેરમાં બુધવારે સાંજે જંતુનાશક દવાયુકત કચરો ખાવાથી પાંચ ગાયોના મોત થતા જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.
હળવદ નગરપાલિકા વિસ્તારની સામેની ગલીમાં બુધવારે સાંજે ગાયો કચરાપેટીનો કચરો ખાઈ રહી હતી ત્યારે કોઇ વેપારી આ કચરામાં જંતુનાશક દવાના ખાલી પેકેટ નાંખતા ગાયોએ આ પેકેટ ખાધા હતા.જેના લીધે ગાયોના મોઢામાંથી ફીણ નીકળતા અને ચક્કર આવતા જુદા-જુદા વિસ્તારોમાં પાંચ ગાયના મોત થયા હતા. આ બનાવ અંગે જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. આ અંગે તપનભાઇ દવે, મહેશભાઇ નાડોદા, સનીભાઇ પટેલે જણાવ્યું કે, જંતુનાશક દવાના પેકેટ ખાવાથી ગાયોના મોત થયા છે. આ અંગે ગાૈશાળાના સેવકોએ પોલીસ મથકે લેખિત જાણ કરી છે. જેમાં જવાબદાર સામે કડક પગલાં ભરવા જણાવાયું છે.આ અંગે પશુ ડોકટર યુ.કે.પંડ્યાએ જણાવ્યું કે,આ ઝેરી જંતુનાશક દવાના પેકેટ ખાવાથી જ ગાયોના મોત થયા છે.