• Gujarati News
  • એમ્બ્યુલન્સમાંથી ૧૧ પક્ષી સાથે ડ્રાઇવર ઝબ્બે

એમ્બ્યુલન્સમાંથી ૧૧ પક્ષી સાથે ડ્રાઇવર ઝબ્બે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચોટીલા
ચોટીલાના નેશનલ હાઇવે પર પોરબંદરની ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી જીવદયાપ્રેમીઓએ ૧૧ પક્ષીઓ સાથે આરોપીને ઝડપી ચોટીલા વન વિભાગને સોંપી દીધો હતો.
પોરબંદરની યુ એન્ડ યુ ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ અમદાવાદથી પોરબંદર તરફ જતી હતી ત્યારે ચોટીલા હાઇવે પર હરેશ ચૌહાણ, દલસુખભાઇ અજાડિયા, દેવ બોરાણા સહિતની ટીમે એમ્બ્યુલન્સની તપાસ હાથ ધરી હતી.
જેમાં ૧૦ લવ બર્ડઝ તથા એક મોટા પોપટ સાથે એમ્બ્યુલન્સના ડ્રાઇવર પોરબંદરમાં બેલીમ હોર્ન સર્વિસ ચલાવતા હનીફ રહેમાનભાઇ બેલીમને ઝડપી લઇને વન વિભાગને સોંપ્યો હતો.એમ્બ્યુલન્સના ડ્રાઇવર હનીફભાઇએ જણાવ્યું કે, પોરબંદરના ૧૦૮
એમ્બ્યુલન્સના પાયલોટ બશીરબાપુએ મને અમદાવાદ ફોન કરી ત્યાંથી પાર્સલ લાવવાનું કહ્યું હતું ત્યારે અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારના ગોલ્ડફીશના સંચાલક પક્ષી ભરેલું પાંજરું પોરબંદર પહોંચાડવા આપી ગયા હતા.