• Gujarati News
  • રાજકોટમાં શ્રીનાથજીની ચરિત્રામૃત કથાનું આયોજન

રાજકોટમાં શ્રીનાથજીની ચરિત્રામૃત કથાનું આયોજન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જ રાજકોટ ખાતે આગામી તા. ૧ થી ૭ ઓકટોબર સુધી શા±ાીમેદાન ખાતે શ્રીનાથજી ચરિત્રામૃત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં આચાર્ય પીઠે વિદ્વાન યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. ૧૦૮ વ્રજકુમારજી બિરાજશે.
મથુરદાસ જમનાદાસ દત્તાણી પરિવારમાં સહયોગથી સરગમ કલબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી લાખો વૈષ્ણવો ઉપસ્થિત રહેશે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અગાઉ કયારેય શ્રીનાથજી ચરિત્રામૃત કથા યોજાઇ નથી. રાજકોટમાં યોજાનાર આ કાર્યક્રમ વૈષ્ણવ ભાવિકો માટે અમૂલ્ય અવસર બની રહેશે.
આ કથામાં ઉપસ્થિત રહેનારા લાખો ભાવિકોને કંઇ અગવડ ન પડે એ રીતે સુવિધાયુકત બેઠક વ્યવસ્થા સાથેનો ભવ્ય કથામંડપ બનાવવામાં આવશે. કાર્યક્રમની સફળતા માટે વૈષ્ણવ સમાજના અગ્રણીઓ અને કાર્યકરોની વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે. વ્યવસ્થાને આખરી ઓપ આપવા માટે મળેલી બેઠકને ગુણવંતભાઇ ડેલાવાળા, મથુરદાસ દત્તાણી, અરિંવદભાઇ પાટડિયા, જેરામભાઇ વાડોલિયા, ભૂપેન્દ્રભાઇ છાંટબાર સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી
રહ્યા છે.